આપણે સાચા છીએ કે ખોટા એ નક્કી કોણ કરે ?

આપણે સાચા છીએ કે ખોટા એ નક્કી કોણ કરે ?

લેખિકા -દર્શના પટેલ( અમદાવાદ) સામાન્યપણે આપણું ધાર્યું ના થાય .આપણી વાત સામેની વ્યક્તિ સમજતી ના હોય. Difference of view પોઇન્ટ થાય. ત્યારે ક્રોધ થઈ જાય .ઘણીવાર આપણે સાચા હોઈએ ને કોઈ આપણને ખોટા પાડે તો ક્રોધ થઈ જાય. પણ આપણે સાચા તે આપણા દ્રષ્ટિબિંદુથી ને? સામેના દ્રષ્ટિબિંદુથી એ પણ પોતાને સાચા જ માને ને? ઘણી વાર સુજ ના પડે .આગળનું દેખાય નહીં. શું કરવું .?એ સમજાય નહીં. ત્યારે ક્રોધ થઈ જાય. મનુષ્ય જાતેજ જજ અને વકીલ બની જાય છે. તમે જ આરોપી એટલે તમે સાચા જ ને? તમે પછી જુઠ્ઠા થાવ જ નહીં ને? બીજા વ્યક્તિને પણ એવું જ હોય કે હું જ સાચો છું. અને સામસામે વ્યક્તિ ક્રોધ કરી બેસે છે. આપણે સાચા જ છીએ. એ સાબિત કરવા માટે સામેની વ્યક્તિ પર ગરમ થવું. ને પોતે પહેલું સળગવું. અને પછી સામેની વ્યક્તિને બાળી મેલવું .આ દીવાસળી ચાંપી એટલે પોતે ભડભડ

સળગવું. અને પછી સામેની વ્યક્તિને બાળી મૂકવું. ક્રોધ એટલે પોતે પોતાના ઘરને દીવાસળી ચાંપવી. પોતાના ઘરમાં ઘાસ ભર્યું હોય. અને દીવાસળી ચાંપવી. એનું નામ ક્રોધ .એટલે પહેલા પોતે સળગે અને પછી પડોશીને સળગાવે .ક્રોધ કરવાથી આખી જિંદગી જે ઈજ્જત કમાઈ હોય તે ધૂળ ધાણી કરી નાખે .ક્રોધ એટલે પ્રગટ અગ્નિ એને પોતાને ખબર ના પડે કે મેં ધૂળધાણી કરી નાખ્યું .કારણ કે બહારની વસ્તુઓ ઓછી ના થઈ જાય અંદર બધું ખલાસ થઈ જાય.
બીજાઓને સુધારતા પહેલા આપણે પોતાને સુધારવાની વાત વિચારવી જોઈએ. બીજાઓની પાસે સજ્જતાની આશા રાખતા પૂર્વ આપણે પોતાની જાતને સજ્જન બનાવવી જોઈએ. બુરાઇઓ ને દૂર કરવી તે એક પ્રશંસનીય પ્રવૃત્તિ છે. સારા કામની શરૂઆત પોતાનાથી જ કરવી જોઈએ. જો આપણે સુધરીએ, આપણો દ્રષ્ટિકોણ સુધરે, તો બીજાઓની સુધારણા થવામાં કોઈ મુશ્કેલી નડશે નહીં .જ્યારે મનુષ્ય પોતાના સ્વભાવ પર વિજય મેળવી લે છે. ત્યારે તેને બાહ્ય પરિસ્થિતિને અનુકૂળ બનવામાં વધારે પરિશ્રમ કરવો પડતો નથી. તે પરિસ્થિતિ આપોઆપ સુધરી જાય છે.આવા મનુષ્યને સુખ અને શાંતિ આપોઆપ પ્રાપ્ત થાય છે. અને અંતર આત્મા ની પ્રસન્નતાથી દૈવી શક્તિ પ્રાપ્ત થાય છે. મનુષ્ય પોતાના મન પર શાસન કરી શકે છે. આપણું કર્તવ્ય છે કે આપણે પોતાના સ્વભાવને પરિસ્થિતિને અનુકૂળ બનાવીએ.
જ્યારે મનુષ્ય એકલો હોય છે. તેની આસપાસ કોઈ હોતું નથી ત્યારે પાપ કરવામાં તેને જે ભય લાગે છે. એક શંકા રહે છે તે કોના કારણે થાય છે? તેને વારંવાર એવું શા માટે લાગે છે. કે કોઈ તેના પાપ ને જોઈ રહ્યું છે? શા માટે તેનું શરીર પૂરા ઉત્સાહથી તે પાપ કર્મ માં પ્રવૃત્ત બનતું નથી? અને શા માટે પછીથી પણ તે એક અપરાધી ની જેમ મલિન રહે છે? શું કદી કોઈ આના પર વિચાર કરે છે. કે જ્યારે તેના પાપ ને જોનાર કોઈ હાજર ન હતું. ત્યારે તેને ભય કોનો લાગે છે? પણ તેને આ પ્રમાણે કરતા રોકે અને ટોકે છે ?કોણ તેના મન, પ્રાણ અને શરીર માં ધ્રુજારી પેદા કરે છે?ની:સંદેહ. એ તેનું પોતાનું અંતઃકરણ છે. જે તેને તે પાપથી દુર કરવાના પ્રયત્નમાં વિવિધ પ્રકારની શંકાઓ, ધ્રુજારી, કંપન વગેરે ભયસૂચક અનુભવોથી તેને એવું ન કરવાનો સંકેત આપે છે. કે અહીંયા તું સાચો નથી ખોટો છે. એવું ન કરવાનો સંકેત આપતા રહે છે. જે મનુષ્ય પોતાના મનથી એ સંકેતોને સ્વીકારી લે છે. કે અહીંયા હું ખોટો છું. તે પાપ કર્મોથી બચી જાય છે. અને જે મનુષ્ય પોતાની જાતને હંમેશા સાચો ઠેરવે છે. અવગણના કરીને તે પ્રમાણે કરે છે.તે એક દિવસ દંડનો ભાગીદાર બને છે .આપણા માટે યોગ્ય એ જ છે અંતઃકરણ મા વિધમાન પરમાત્મા ના અવાજ ને સાંભળીએ અને તેનું અમલ કરીએ આપણે કેટલા સાચા અને કેટલા ખોટા છીએ.
“જે સારું છે તેનો હંમેશા સ્વીકાર કરો”