એસીબીની સફળ ટ્રેપ

એસીબીની સફળ ટ્રેપ – (ટોલ ફ્રી)૧૦૬૪

તા.૦૧/૦૯/૨૦૨૧

ફરીયાદી –
એક જાગૃત નાગરીક

આરોપી-
પરેશભાઇ જગદિશભાઇ પ્રિયદર્શની, વર્ગ-૩,
જી.એસ.ટી. ઇન્સપેક્ટર, જી.એસ.ટી. વિભાગ,
ઘટક- ૭,બહુમાળી ભવન, લાલ દરવાજા, અમદાવાદ.

રહે.પ્લોટ.નં.૧૨૪૭/૧, સેક્ટર-૨/એ,
ગાંધીનગર.

લાંચની માંગણીની રકમઃ- રૂ.૩૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમઃ- રૂ.૩૦૦૦/-

લાંચની રીકવર રકમ:- —-

ગુનાનું સ્થળઃ-
વિસત, એ.એમ.ટી.એસ. બસ સ્ટેન્ડની સામે,
ચાંદખેડા,અમદાવાદ

ગુનાની ટુંક વિગતઃ-
આ કામના ફરીયાદીશ્રીએ નવી સીકયુરીટી એજન્સી ખોલવા સરકારના જુદા જુદા વિભાગોમાંથી પરવાનો મેળવેલો હોય અને જી.એસ.ટી. નંબર મેળવવા અરજી કરેલ હોઈ, જેથી જી.એસ.ટી. ઈન્સપેકટર પરેશભાઈ ફરીયાદીની ઓફિસે જઈ, સ્થળ તપાસણી કરી, ફરીયાદી પાસે રૂા.૪,૦૦૦/- લાંચની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂપીયા ૩,૦૦૦/- લાંચ આપવા જણાવતા, ફરીયાદીશ્રી લાંચની રકમ આપવા માંગતા ન હોઈ, એ.સી.બી નો સંપર્ક કરતા, ફરીયાદીશ્રીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આક્ષેપિત પરેશભાઈએ લાંચની રકમ પોતાને આપવા ફરીયાદીને વિસત એ.એમ.ટી.એસ. બસ સ્ટેન્ડ ખાતે બોલાવેલ જયાં આક્ષેપિતે ફરીયાદી પાસેથી લાંચની રકમ પોતાની હોન્ડા WR-V GJ-18-BG-8512 માં માંગણી કરી, સ્વીકારી, અને ફરીયાદીએ સુચિત ઈશારો કરતા, એ.સી.બી. ટીમના સભ્યો આવી જતા, આક્ષેપિતે પોતાની ગાડી પુરઝડપે ઈરાદાપુર્વક હંકારી મુકી, ફરીયાદીને ગંભીર ઈજાઓ પહોચાડી તેમજ સાહેદ હે.કો. વિરલભાઈને ઈજાઓ પહોચાડી, લાંચની રકમ પોતાની સાથે ગાડીમાં લઇ જઇ પુરાવાનો નાશ કરી ભાગી ગયેલ છે.
ઉપરોકત બનાવ અન્વયે ફરીયાદીશ્રી તથા સાહેદને આરોપી પોતાની ઉપરોક્ત કાર સાથે ઢસડી ગંભીર ઇજાઓ પહોંચાડેલ હોય જે બનાવ અન્વયે ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે અલાયદો ગુન્હો દાખલ કરવા તજવીજ કરેલ છે.

ટ્રેપીંગ ઓફિસરઃ-
શ્રી કે.કે.ડીંડોડ,
પો.ઈન્સ, અમદાવાદ શહેર એ.સી.બી. પોસ્ટે.
તથા ટીમ
સુપરવિઝન અધિકારીઃ-
શ્રી કે.બી.ચુડાસમા,
મદદનીશ નિયામક, અમદાવાદ એકમ, અમદાવાદ.