કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેનવનિર્મિત રેડિયો સ્ટેશનની લીધેલી મુલાકાત

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે
નવનિર્મિત રેડિયો સ્ટેશનની લીધેલી મુલાકાત

સ્થાનિક આદિવાસી RJ સહિત રેડિયો ટીમને મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ અભિનંદન પાઠવ્યા

મંત્રી શ્રીમતી ઈરાનીએ ચિલ્ડ્રન-ન્યુટ્રીશન પાર્કની મુલાકાત ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેશર-પ્રોજેક્શન મેપીંગ-શો નિહાળ્યો

દેશના વિવિધ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે યોજાયેલી દ્વિ-દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કેવડિયા આવી પહોંચેલા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીનું ગુજરાતના મંત્રી ગણપતસિંહ વસાવાએ સ્વાગત સાથે આપ્યો ઉષ્માભર્યો આવકાર

રાજપીપલાતા 31

કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા-નર્મદા ખાતે દેશના વિવિધ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે યોજાયેલી દ્વિ-દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની કેવડીયા સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચતા ગુજરાતના આદિજાતિ કલ્યાણ તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવાએ શ્રીમતી સ્મૃતિ ઈરાનીનું સ્વાગત કરી તેમને આવકાર્યા હતાં. કેન્દ્રીય મંત્રી શ્રીમતી ઇરાની સાથે ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે પણ તેમની સાથે વડોદરાથી આ પ્રવાસમાં જોડાયાં હતાં.આ સ્વાગતમાં ગુજરાતના સચિવ કે.કે નિરાલા, SOUADTGA ના CEO રવિશંકરે પણ કેન્દ્રીય મંત્રીશનું સ્વાગત કર્યું હતું.

કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવનિર્મિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન “રેડિયો યુનિટી 90 FM ની મુલાકાત લઈને વાર્તાલાપ કર્યો હતો. વાર્તાલાપમાં તેમના વિભાગને લગતા તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકારે કરેલ કાર્યો પર ચર્ચા કરી હતી તેમજ રેડિયો જોકી તરીકે કામ કરતા તમામ RJ નાં પ્રશ્નોનો વિસ્તારપૂર્વક જવાબ આપ્યો હતો.


અંતમાં તમામ સ્થાનિક RJ પાસેથી અપાયેલ તાલીમ અંગે વાર્તાલાપ કર્યો હતો. આ પ્રસંગે RJ નિલમ, RJ ગુરૂ, RJ હેતલ અને RJ ગંગા, RJ સમાને અભિનંદન આપ્યા હતાં. તેમજ ગાઈડ મિત્રો સંસ્કૃતમાં વાર્તાલાપ કરે છે તેની નોંધ પ્રધાનમંત્રીશ્રીનાં “મન-કી-બાત” કાર્યક્રમમાં લેવાઈ તે બદલ અભિનંદન પાઠવી દેશની સંસ્કૃતિને આગળ વધારવા માટે કોમ્યુનિટી રેડીયોના RJ ને અભિનંદન આપી સરાહના કરી હતી.
આ પ્રસંગે ગુજરાતના મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, રાજયમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, સચિવ કે.કે.નિરાલા, SOUADTGA ના CEO અને SSNNL ના જોઇન્ટ મેનેજીંગ ડિરેક્ટર અને કમિશ્નર SSPA રવિ શંકર, નાયબ કલેકટર કુલદીપસિંહ વાળા, જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ હાજર રહ્યાં હતાં.


ત્યારબાદ કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ ચિલ્ડ્રન-ન્યુટ્રીશન પાર્કની પણ મુલાકાત લીધી હતી. અને અહીં પોષણ જાગૃત્તિ માટે થઇ રહેલી પ્રવૃત્તિઓ નિહાળી હતી. આ પ્રસંગે ચિલ્ડ્રન-ન્યુટ્રીશન પાર્કના ડાયરેક્ટર નિશ્ચલ જોશી અને ફેસીલીટી મેનેજર પ્રતિક માથુરે જરૂરી જાણકારી આપી હતી.
ત્યારબાદ કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેશર-પ્રોજેક્શન મેપીંગ શો નિહાળ્યો હતો. આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રીની સાથે ગુજરાતના મંત્રી ગણપતસિંહ વસાવા રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, સચિવ શ્રી કે.કે.નિરાલા અને SOUADTGA ના CEO રવિશંકર વગેરે પણ સાથે રહ્યાં હતાં.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા