તિલકવાડા તાલુકાના વધેલી ગામની સીમમાં શ્રાવણીયો જુગાર ઝડપાયો

તિલકવાડા તાલુકાના વધેલી ગામની સીમમાં શ્રાવણીયો જુગાર ઝડપાયો

રોકડ તથા કિ.રૂ.૨૮,૩૩૦/- સાથે મુદ્દામાલ સાથે ૦૬ જુગારીઓઝડપાયા

રાજપીપલા, તા 31

તિલકવાડા તાલુકાના વધેલી ગામની સીમમાં શ્રાવણીયો જુગાર ઝડપાયોછે. જેમાં રોકડ રકમ તથા કિ.રૂ.૨૮,૩૩૦/- સાથે મુદ્દામાલ સાથે ૦૬ જુગારીઓ ઝડપાયાછે.

હિમકર સિંહ,
પોલીસ અધિક્ષક, નર્મદાએ જીલ્લામાં ચાલતી
ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહીબીશન
તથા જુગારની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવાની કડક
સુચના અને માર્ગદર્શન અનુસંધાને એ.એમ.પટેલ
પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના સુપરવિઝન
હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા વોચ
તેમજ પેટ્રોલીંગ દરમ્યાન સંયુક્ત બાતમી
મળેલ કે વધેલી ગામની સીમમાં ખુલ્લામાં કેટલાંક ઇસમો જુગારના પત્તાપાનાનો હાર જીતનોજુગાર રમી રહેલ હોવાની ચોક્કસ બાતમી મળેલ જે બાતમી આધારે બાતમીવાળી જગ્યા ઉપર
એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે જુગાર અંગેની રેઇડ કરતા કુલ-૦૬ ઇસમો નામે (૧)
જગદીશ અંબુભાઇ બારીયા (૨) પ્રવિણભાઇ સુકાભાઇ બારીયા (3) રાહુલભાઇ હસમુખ બારીયા
(૪) આકાશકુમાર કાંતીભાઇ બારીયા (૫) મુકેશભાઇ શનાભાઇ બારીયા (૬) રાકેશભાઇ મુકેશભાઇ
બારીયા (તમામ રહે. વધેલી તા.તિલકવાડા જી.નર્મદા)ને ઝડપી પાડી પકડાયેલ આરોપી પાસેથી
જુગારના સાહિત્ય તથા દાવ ઉપરના તથા અંગઝડતીના મળી રોકડ રૂ.૨૦,૩૩૦/- તથા
મોબાઇલ નંગ-૨ કિ.રૂ. ૮,૦૦૦/- ના મુદ્દામાલ મળી કુલ્લે કિ.રૂ. ૨૮,૩૩૦/-ના મુદ્દામાલ સાથે
પકડાઇ જતા તેમના વિરૂધ્ધમાં તિલકવાડા પો.સ્ટે.માં જુગારધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી
કાયદેસરની કાર્યવાહી કરવામાં આવીછે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા