નર્મદાના જેતપુર ગામની આદીવાસીયુવતી પર નર્મદા જિલ્લા ભાજપના ઉપપ્રમુખહિરેન પટેલ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદનોંધાયા બાદ વિરોધ પક્ષ લાલ ઘુમ

નર્મદાના જેતપુર ગામની આદીવાસી
યુવતી પર નર્મદા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ
હિરેન પટેલ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદનોંધાયા બાદ વિરોધ પક્ષ લાલ ઘુમ

નારણ રાઠવાની આગેવાનીમાં કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ અને આમ આદમી પાર્ટી ના આગેવાનોએ પીડીતાની લીધી મુલાકાતલીધી

આદિવાસી વિસ્તારમાં ભાજપાના લોકો દુષ્કર્મ આચરી
બહેન-દિકરીઓને બદનામ કરે છેઃ નારણ રાઠવા

આમ આદમી પાર્ટીએજિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યું.

આરોપી ની ધરપકડ કરવાની માંગ

રાજપીપલા,તા.28

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાનાજેતપુર ગામની ૩૦ વર્ષીય આદીવાસી
યુવતીએ નર્મદા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હિરેન પટેલ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદનોંધાવ્યા પછી નર્મદા જિલ્લાના રાજકારણમા ખળભળાટ મચી ગયોછે..જોકે ફરિયાદનોંધાયાના ૭૨ કલાક છતાં હિરેન પટેલની ધરપકડ અંગે અનેક અટકળોરાજકીય વર્તુળો અને આમ જનતામા વહેતી થઈ ગઈ છે.

જોકે નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલે તાત્કાલિક અસરથી હિરેન પટેલને હોદ્દા પરથી દૂર તો કરી દીધા છે.પણ ભાજપા પાર્ટીને લાગેલું કલંક દૂર થયું નથીઅને વિરોધ પક્ષનો વિરોધ શમતોનથી.

તો બીજી તરફ આ ગંભીર મુદ્દાને વિરોધપક્ષ ને મોટો રાજકીય મુદ્દો મળી ગયો છે.આમુદ્દો રાજકીય વર્તુળો મા ચર્ચાનો વિષય બન્યો છે. ખાસ કરીને નર્મદા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એનો જબરદસ્ત વિરોધ કર્યો છે. બન્ને પાર્ટીના આગેવાનોએ પીડિતા અને પરિવારની મુલાકાત લીધી છે. અને પીડિતાને સાંત્વના આપી નર્મદા પોલીસ સમક્ષ આરોપી ની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. તો બીજી તરફ આરોપી હિરેન પટેલ પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસ ની ધરપકડથી બચવા હાલ ભૂગર્ભમા ચાલ્યા ગયા હોઈ વિરોધ પક્ષ તેની તાત્કાલિક અસરથી ધરપકડ કરી તેને કડક શિક્ષા કરવાની માંગ કરી છે.

બીજી બાજુ
રાજયસભાના સાંસદ નારણ રાઠવા,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રીપ્રફુલ પટેલ,નર્મદા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્ર વાળંદ, મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવીસહિત કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે પીડિત યુવતીની મુલાકાત લઈ એને સાંત્વના આપી હતી. રાજ્યસભા સાંસદ નારણ
રાઠવાએ તો ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યુંહતું કે નર્મદા જિલ્લા ભાજપના હોદ્દેદાર હિરેનપટેલે ગરીબ આદીવાસી યુવતીઉપર બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ
હોવા છતાં ભાજપના શાસનમાં એને પકડવાના પ્રયત્ન થતા નથી.ભૂતકાળમાં
ગુજરાતમાં ભાજપના હોદ્દેદારો દ્વારાબળાત્કાર કર્યાના અનેક બનાવો સામે આવ્યા છતાં ફરિયાદનો નિકાલ થતો નથી.ભાજપના મહિલા સશક્તિકરણ અને
બેટી બચાઓ બેટી પઢાઓના દાવાકાગળ પર રહી ગયા છે.આદીવાસીવિસ્તારમાં ભાજપના લોકો દુષ્કર્મ કરીઆદીવાસી દીકરીઓને બદનામ કરે છે.
મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા આ ઘટનાની ગંભીરતાથી નોંધ
લઈ પોલીસ અધિકારીઓને આરોપીને પકડવાની સૂચના આપે.સરકારી તંત્ર
ભાજપના ઈશારે ધરપકડ કરતા નથી.કોંગ્રેસ આ મુદ્દે લડાયક મૂડમાં છે

તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ આ મુદ્દે સામે આવીને આક્રમક બની છે.આમ આદમી પાર્ટીના આગેવાનોએ પણ જેતપુર ખાતે દુષ્કર્મનો ભોગ બનેલી પીડિત દિકરી તથા તેના પરિવાર ની મુલાકાત લીધીહતી અને તેના પરિવાર સમક્ષ દુઃખ ની લાગણી વ્યકત કરીજણાવ્યું હતું કે આવા શરમ જનક કૃત્યથી આદિવાસી સમાજ ની લાગણી દુભાઈ છે. બેટી બચાઓ બેટી પઢાઓ ની વાતો કરનારા ભાજપના નેતાઓ દ્વારા જ આવા દુષ્કૃત્યો કરવામાં આવી રહ્યા છે. જેથી પીડિત પરિવારને ન્યાય મળી રહે તે માટે નર્મદા જીલ્લાપોલીસ વડાની કચેરીમાં જઈ નિષ્પક્ષ તપાસ થાય અને સખત કાર્યવાહી કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુંહતું

આવેદનમા પિડીતાને ન્યાય તેમજ સુરક્ષા મળે તે બાબતે આમ આદમી પાર્ટીએ રજુઆત કરતા જણાવ્યું છે કે હાલમાં નર્મદા જિલ્લા ભાજપા ઉપ-પ્રમુખહિરેન પટેલ દ્વારા ગામ જેતપુર તાલુકો તિલકવાડાની આદિવાસી યુવતી ઉપરબળાત્કાર કરી તેમના કુટુંબીજનોને મારી નાખવાની ધમકી આપેલ હોય તેનાઅનુસંધાનમાં આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લાના દરેક કાર્યકર્તા પિડીતાને
તથા તેમના પરીવારને સુરક્ષા મળે અને આરોપીને વહેલી તકે સખ્ત સજા મળેજેનાથી ભવિષ્યમાં કોઇ પણ વ્યક્તિ આવું કૃત્ય ના કરે તેવી માંગ જિલ્લા પ્રમુખધર્મેન્દ્રસિંહ પી ગોહિલે કરી છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા