*આદ્ય કવિ નરસિંહ મહેતાની જન્મ જયંતિ પર કોટિ કોટિ વંદન.*
*મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી….*
ગુજરાતી સાહિત્યનાં આદ્ય કવિ નરસિંહ મહેતાનો જન્મ ૧૪૧૪માં ભાવનગર જિલ્લાના તલાલામાં કૃષ્ણદાસનાં ઘેર થયો હતો. નાનપણમાં માતા- પિતાનું અવસાન થયું હતું. દાદી જયાગૌરી પાસે ઉછર્યા. આઠ વર્ષ સુધી બોલી શકતા નહોતા.૧૪૨૯નાં માણેકબાઈ સાથે લગ્ન થયાં. શામળા દાસ અને કુંવરબાઈ બે સંતાન હતાં. ભાઇ બંસીધરની સાથે જુનાગઢમાં રહેતા. કુંવરબાઈની દીકરીનાં લગ્ન વડનગરમાં થયાં હતાં, એમની દીકરી તાના – રિરી, જે સંગીત વિશારદ હતી. ગરીબીમાં પણ પ્રભુ ભજન છોડ્યું નહીં અને સતત પદોની રચના કરતા રહ્યા. એમનું મૃત્યુ ૧૪૮૮માં માંગરોળમાં થયું. અનેક રચનાઓ લખી, જે આજે પણ ગવાય છે. પ્રભાતિયાં ખુબ ગવાય છે. ઉપરોક્ત કેરી કેચર અમુક પુસ્તકોનાં વર્ણન પર થી બનાવવા માં આવ્યું છે.નરસિંહ મહેતાનો દેખાવ કંઇક આ પ્રમાણે હતો.
🙏🏻💐🚩💐🌹