વિરમગામ આસોપાલવ સર્કલ પાસે માલધારી સેના દ્વારા અમદાવાદ-ધાંગધ્રા હાઈવે ચક્કાજામ

વિરમગામ: ગુજરાત સરકાર. દ્વારા તાજેતરમાં એલઆરડી ભરતી કરવામાં આવી હતી. જેમાં ગીર બરડાની માલધારી સમાજની યુવતીઓએ એસ.ટી. પ્રમાણપત્ર સાથે ઉમેદવારી નોંધાવી હતી. જે માલધારી સમાજની યુવતીઓના પ્રમાણપત્ર ના મંજૂર કરાતા સમગ્ર ગુજરાત માલધારી સમાજ દ્વારા વિરોધ વંટોળ ઉઠયો છે. આસોપાલવ સર્કલ પાસે માલધારી સેનાના પ્રમુખ પંકજ ઝાપડા,ઉપપ્રમુખ શૈલેષ મેર સહિત 100 જેટલા યુવકો દ્વારા સર્કલ પાસે અમદાવાદ ધાંગધ્રા તેમજ સુરેન્દ્રનગર તરફ જતા તમામ હાઇવે પર સૂત્રોચાર સાથે હાઇવે બ્લોક કરવામાં આવેલ હતો.