ટ્રમ્પને ભારતીય ગમતા નથી તો શું કામ આવે છે? કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ગુજરાતમાં આવે છે. ટ્રમ્પે કહ્યું હતું કે મને ભારતીયો નથી ગમતા પણ માત્ર નરેન્દ્ર મોદી ગમે છે. ત્યારે શું કામ તેઓ ભારતમાં આવે છે. તેઓજ નરેન્દ્ર મોદીને ત્યાં જ બોલાવી લેવા જોઇએ,શું કામ તેઓની પાછળ કરોડોના ખર્ચ કરવામાં આવે છે. તેઓના સ્વાગતને કારણે છેલ્લા કેટલાંય દિવસથી અમદાવાદના વેપારધંધાને નુકશાન થયું છે. તો શું કામ પ્રજાએ વેઠવું જોઇએ. દેશની ગરીબ છુપાવવા માટે અમદાવાદમાં પડદા મારવા પડે તે દુ:ખદ બાબત છે. ભાજપે તેના 23 વર્ષના શાસનમાં માત્ર વિકાસની વાતો કરી છે. પરંતુ પ્રજાના પ્રશ્નોને વાંચા આપવાનો કોઇ પ્રયાસ કર્યો નથી. તેમ આણંદ જિલ્લાના મોટી સંખ્યાડ ગામે આરોગ્ય કેન્દ્રના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું.