મોદી અને ટ્રમ્પ બન્ને ફેકું છે આ ગોધરા કે પુલવામા નહીં અહિંસાનું ગુજરાત છેઃ શંકરસિંહ

શંકરસિંહ વાઘેલા ગાંધી આશ્રમની મુલાકાતે ગયા હતા જ્યાં તેમણે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિઝિટ અને સંભવિત ગાંધી આશ્રમની મુલાકાત રદ થવાને લઇને આયોજક અને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે ટ્રમ્પના આગમનની વાહવાહી છેલ્લા એક મહિનાથી ચાલી રહી છે ત્યારે આમ અચાનક સમિતિની રચના કરીને શું છૂપાવવા માગે છે. બે લોકશાહી મહાન છે, મોદી અને ટ્રમ્પ મહાન નથી બન્ને ફેકું છે. ટ્રમ્પના પત્નીને તાજમહેલ જોવો છે એટલા માટે ગાંધીજીને પડતાં મુકવામાં આવ્યા છે.