જામનગરના એસપી તરીકે નિયુક્તિ પામેલ જાંબાઝ અધિકારી પ્રેમસુખ ડેલુનો આજે જન્મ દિવસ.

જામનગર: પ્રથમવાર ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં રાજ્યમાં એકસાથે 77 આઇપીએસ અધિકારીઓની બદલીના આદેશ થયા જેમાં અમદાવાદ ઝોન 7ના ડીસીપી પ્રેમુસુખ ડેલુનો પણ સમાવેશ થાય છે.જેમનો આજે જન્મદિવસ છે.3 એપ્રિલ 1988ના રોજ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના નોખા તાલુકાના રાસીસર ગામમાં તલ ઊંટગાડી ચલાવતા પિતા રામધન ડેલુંના પરિવારમાં તેમનો જન્મ થયો. ચાર ભાઈ બહેનના પરિવાર પૈકી તેમનો એકભાઈ રાજસ્થાન પોલીસ સર્વિસમાં કાર્યરત છે. ગુજરાત કેડરના આઇપીએસ બન્યા બાદ તેઓએ શિક્ષક દંપતીની પુત્રી ભાનુશ્રી સાથે લગ્ન કરી સાંસારિક જીવનની શરૂઆત કરી.રાસીસરમાં પ્રાથમિક શિક્ષણ મેળવી કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કરી ઇતિહાસના વિષયમાં સ્નાતક બન્યા અને 2010માં સર્વેયરની નોકરી મેળવી પોતાના કારકિર્દીની શરૂઆત કરી. ત્યાર બાદ તેમણે નેટ ની પરીક્ષા પાસ કરી અને પ્રોફેસર બન્યા. નોકરી કરતા કરતા તેઓએ 2015ની યુપીએસસીની તૈયારી કરતા હિન્દી ભાષામાં પ્રથમ અને તમામમાં 170માં સ્થાને રેન્ક મેળવ્યો. તેમણે રાજસ્થાનમાં 6 વર્ષમાં જુદા જુદા વિભાગોમાં 12 સરકારી પદો પર કાર્ય કરી અનેરી મિસાલ કાયમ કરી છે.રાજસ્થાન ગૌણ સેવા પસંદગી મંડળમાં પ્રથમ સ્થાને પાસ કરી તેઓ આસિસ્ટન્ટ જેલર બન્યાઅમદાવાદ ખાતે ઝોન 7ના ડીસીપી તરીકે પ્રેમસુખ ડેલું કાર્યરત રહેતા તમામ અસામાજિક તત્વો સામે લાલ આંખ અને બુટલેગરોની ગેરકાયદેસર સંપત્તિ પર બુલડોઝર ફેરવી તેમના પ્રશંસનીય કાર્ય બદલ ચર્ચામાં આવ્યા અને એક કડક અધિકારી તરીકેની છાપ ઉભી કરી લોકોએ તેમની કામગીરીને વખાણી છે.પ્રેમસુખ ડેલુંની જામનગર એસપી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે અગાઉ દીપેન ભદ્રન, નિતેશ પાંડે જેવા બાહોશ અધિકારીઓ પોતાની આગવી કાર્યશેલીના ફળસ્વરૂપે જામનગરની પ્રજામાં પોલીસના કાર્યને ઉજાગર થતા જોયા છે તે સહુ કોઈ જાણે છે. આજે ત્રીજી વાર જામનગર જિલ્લા પોલીસ ની કમાન બાહોશ નીડર અને જાંબાઝ અધિકારીના હાથમાં સોંપાઈ છે જેના લીધે પ્રજામાં વધુ સારી રીતે સચોટ ન્યાય મળવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે જામનગર જિલ્લાના નિયુક્ત એસપી પ્રેમસુખ ડેલુંના જન્મદિવસ નિમ્મીતે તેઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે..