લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ , બ્રિલિયન્સ , ફોર્ટ અને સેન્ટ્રલ ક્લબના સંયુક્ત ઉપક્રમે
રક્ષાબંધન પર્વની ઉજવણી જન સાધના અશક્તાશ્રમ ,પથારીવશ અને નિરાધાર વડીલોને જીવનપર્યંત નિશુલ્ક સેવા આપતી સંસ્થા વૈષ્ણોદેવી, ગોતા , અમદાવાદ કરવામાં આવી . ક્લબો દ્વારા નાસ્તો,ભોજન અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનુ અનુદાન આપવામાં આવ્યું.તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.આ પ્રસંગે મુખ્ય મહેમાન લાયન મીનાક્ષીબેન પટેલ,પૂર્વ મેયર, અમદાવાદ મહાનગર તથા ખૂબ જ મોટી સંખ્યામાં લાયન સભ્યો હાજર રહ્યા .