છેલ્લા એક વર્ષથી વ્યથાના ગુનાના કામે સાગબારા પો.સ્ટે.ના ગુનાના
કામના નાસતા ફરતા
બે આરોપીઓને ઝડપી પાડતી
એલ.સી.બી.નર્મદા.
રાજપીપલા, તા 20
એમ.એસ.ભરાડા, ઇચા.પોલીસ
મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા હિમકર સિંહ, પોલીસ અધિક્ષક,
નર્મદાના માર્ગદર્શન અને સુચના
મુજબ જીલ્લાના નાસતા-ફરતા
આરોપીઓને પકડવા સારૂ પરિણામલક્ષી
કામગીરી કરવા સુચના અનુસંધાને
એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર
એલ.સી.બીએ જીલ્લાના ગુનાના કામે
નાસતાફરતા
આરોપીઓની કેસ
ડાયરીઓનો અભ્યાસ કરી ટેક્નીકલસર્વેલન્સ તેમજ ખાનગી બાતમીદારથી બાતમી મેળવી આરોપીઓને ઝડપી પાડવાનીસુચનાને પગલે બાતમી મળેલ કે સાગબારા પો.સ્ટે. એ-પાર્ટ નં.
૦૦૮૫/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૨૩,૫૦૪,૫૦૬ વિગેરે મુજબના ગુનાના કામના નાસતા
ફરતા (લાલશાહીથી દર્શાવેલ) આરોપીઓ (૧) હસમુખભાઇ દેવનભાઇ વસાવા તથા (૨)
વિલેશભાઇ ઉર્ફે વિલુભાઇ રમેશભાઇ વસાવા બંન્ને રહે. તરોપા કોટવાલ ફળીયુ તા.નાંદોદ
જી.નર્મદાનાને એલ.સી.બી. ટીમ મારફતે તરોપા ગામેથી ઝડપી પાડી ગુનાના કામે
સાગબારા પો.સ્ટે.ને સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવીછે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા