ગુજરાત વિદ્યાપીઠની વિદ્યાર્થીની બહેનો દ્વારા 108 ઇમરજન્સીના કોરોના વોરિયર્સનું રાખડી બાંધીને કરાઈ રક્ષાબંધન પર્વની ઉજવણી
અમદાવાદ: આજે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમ્મીતે ઇન્કમટેક્સ ઉસ્માન પુરા ખાતે ગુજરાત વિદ્યાપીઠ ની વિદ્યાર્થીની બહેનો દ્વારા 108 ઇમરજન્સી ના કોરોના વોરિયર્સ નું રાખડી બાંધી ને રક્ષાબંધન મહાપર્વ ની ઉજવણી કરવામા આવી જે નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠ કન્યા છાત્રાલય ગૃહમાતા ડૉ. શોભનાબેન આર. શાહ, 108 ઇમરજન્સી અમદાવાદ જિલ્લા પ્રોગ્રામ મેનેજર શ્રી જીતેન્દ્ર શાહી સાહેબ, 108 વોલ્યુન્ટિયર મનોજભાઈ ભાવસાર, વિદ્યાપીઠ ની 130 વિદ્યાર્થીની બહેનો, 108 ઇમરજન્સી 5 ટેરિટેરી ઇન ચાર્જ તથા 20 ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન તથા પાયલોટ હાજર રહ્યા હતા.