સ્ત્રી એક શક્તિ: જામનગરમાં ગ્રેસ યુથ કલબ દ્વારા મંગળવારે સુંદરકાંડ તથા સ્ત્રી શક્તિ સમારોહનું થશે આયોજન.

અમદાવાદ: કાલે 8 માર્ચ મંગળવાર સ્ત્રી શક્તિનો દિવસ એટલે વિશ્વ મહિલા દિવસ. નારી તું નારાયણી વાક્યને સાર્થક કરતા વિવિધ વર્ગ, ફરજ, કાર્યમાં નિશ્વાર્થ અવ્વલ રહી પોતાનો ધર્મ નિભાવતી નારીશક્તિ માટે ગર્વનો દિવસ.8 માર્ચના રોજ જામનગર ખાતે ગ્રેશ યુવા કલબના ફાઉન્ડર ધરતી ઉમરાણીયા તેમજ પીના મોદી, શિલ્પા નકુમ અને સંદીપ મહેતાના આયોજનમાં સુંદરકાંડ તેમજ ગતિશીલ સતત કાર્યરત એવા જામનગર દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમનના સન્માન રૂપે સ્ત્રી એક શક્તિ નામના ભવ્ય કાર્યક્રમનું આયોજન સાંજે 4 થી 8 કલાકે આહીર સમાજ, સોહમનગર, સૈનિક ભવનની બાજુમાં, સમર્પણ રોડ જામનગર ખાતે કરવામાં આવનાર છે. સુંદરકાંડના કાર્યક્રમમાં કથાકાર કશોરદાસજી અગ્રવાત સુંદરકાંડનું રસપાન કરાવશે અને કાર્યક્રમના પ્રણેતા તરીકે કલ્પેશભાઈ સાવલિયા ઉપસ્થિત રહેશે.