મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આચાર્ય કૌશલેન્દ્ર મહારાજના મેળવ્યા આશીર્વાદ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આચાર્ય કૌશલેન્દ્ર મહારાજના મેળવ્યા આશીર્વાદ

અમદાવાદ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સ્વામિનારાયણ ભગવાનના સાતમા વંશજ નરનારાયણ દેવ પીઠાધીપતિ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજની શુભેચ્છા મુલાકાત કરી હતી.

અમદાવાદ સ્થિત કૌશલેન્દ્રજી મહારાજના નિવાસસ્થાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મુલાકાત કરી હતી‌. પૂજ્ય કૌશલેન્દ્રજી મહારાજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને દીર્ધાયુ અને સફળનેતૃત્વ ના આશીર્વાદ આપ્યા હતા.આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા શ્રી વજેન્દ્રપ્રસાદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા..