ઘરના ઘંટી ચાટે નીતિન પટેલને પત્ર લખ્યો તો ટ્રમ્પ માટે રાતોરાત રસ્તા બન્યા

અમદાવાદઃ આજે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી અમદાવાદમાં છે, જેની તૈયારીના ભાગરૂપે શહેરમાં રસ્તાઓનું રિપેરિંગ કામ વેગ ગતિએ કરીને રાતોરાત નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા છે, ત્યારે બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારો એવા છે જ્યાં વર્ષોથી પાકા રસ્તાઓ બનાવવાની માગણીઓ ઉઠતી રહી છે પરંતુ એ દિશામાં તંત્ર દ્વારા કોઇ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. જેને ધ્યાને લઇને બનાસકાંઠાના ભાજપના સાંસદ પરબત પટેલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પત્ર લખીને રસ્તાઓના પડતર પ્રશ્નનો ઉકેલ લાવવા રજૂઆત કરવામાં આવી છે.