રાજપીપળા ખાતે બજરંગ દળ નર્મદાના કાર્યકરોએ સફેદ ટાવર પાસે મીણબત્તી પ્રગટાવી પુલવામા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી.

થોડા દિવસ પર નાંદોદના આમલી ગામના શહીદ જવાન યોગેશ વસાવાને પણ આપી શ્રદ્ધાંજલિ.
સહીદો માટે બે મિનિટનું મૌન પાડ્યું.
આતંકવાદ સામે મક્કમતાથી લડવાના શપથ લીધા.
રાજપીપળા ખાતે બજરંગ દળ નર્મદાના કાર્યકરો દ્વારા સફેદ ટાવર પાસે મીણબત્તી પ્રગટાવી પુલવામામાં શહીદ થયેલા જવાનો ને શ્રદ્ધાંજલિ આપી હતી એટલું જ નહીં થોડા દિવસ પર નાંદોદના આમલી ગામ ના શહીદ થયેલા જવાનો યોગેશ વસાવાને પણ શ્રદ્ધાંજલિ આપી તમામ શહીદ જવાનો માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજપીપળાના સફેદ ટાવર પાસે મોટી સંખ્યામાં બજરંગદળના કાર્યકરો શહીદ નગરજનો મોટી સંખ્યામાં એકત્રીત થયા હતા અને આજે પુલવામાની વરશીએ શહીદોને યાદ કરી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે બજરંગ દળ નર્મદાના પ્રમુખ નિલેશભાઈ વસાવા જણાવ્યું હતું કે આજે ના દિવસ પુલવામા 45 જવાનો શહીદ થયા હતા, તેની આજે વરસી છે. આતંકવાદીઓ દ્વારા જમવું શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારતીય જવાનોને લઈ જતી સીઆરપીએફના વાહન પર આત્મઘાતી હુમલો કરી આડેધડ ફાયરિંગ કરતાં તેમાં દેશના 45 જવાનો શહીદ થયા હતા. જેને આજે એક વર્ષ પૂર્ણ થતા અમે મીણબત્તી પ્રગટાવી સહીદો ને શ્રદ્ધાંજલી પાઠવી છે. અને બે મિનિટનું મૌન પાળ્યું છે. આતંકવાદીઓની નાપાક હરકતોને કોઈ સંજોગોમાં ચલાવી લેવાય નહીં આપણે સૌએ આતંકવાદ સાથે લડવા તૈયાર રહેવું પડશે, તેમ જણાવી આતંકવાદ સામે મક્કમતાથી લડવાના સપથ પણ હતા.