કેવડિયા 6 ગામના વિસ્તારમાં ગ્રામજનોના મુદ્દે મુખ્યમંત્રી રૂપાણી એ સાથેરાજકીય આગેવાનો તેમજ અધિકારીઓ નું ગાંધીનગરનું તેડું
મંત્રી, સાંસદોની આગેવાનોની ગાંધીનગર મિટિંગ મુદ્દે ચર્ચાનો દોર શરૂ
જમીનો 1961 -62માં સંપાદન થયાને વાતને 60 વર્ષ વીતી જતા આજના સમય પ્રમાણે જમીનના ભાવ પ્રમાણે અને તેઓને રોજગારી મળેતેવી માંગ
સરકાર દ્વારા સુવવસ્થિત પેકેજ ની માંગ
રાજપીપલા, તા 19
કેવડિયા 6 ગામના વિસ્તારમાં ગ્રામજનોના મુદ્દે મુખ્યમંત્રી રૂપાણી એ સાથેરાજકીય આગેવાનો તેમજ અધિકારીઓ ને ગાંધીનગર બોલાવી પ્રશ્નનો ના ઉકેલ માટે ગાંધીનગર બોલાવ્યા છે.
એક તરફ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કરોડો ના પ્રોજેકટ નો વિકાસ થઈ રહ્યો છે.ત્યારે કેવડિયાના છ ગામનો મુદ્દો હજુ પણ વણઉકલ્યો રહ્યો છે.હાલ આ વિસ્તારમાં ફેન્સીંગ ની કામગીરી અથવા તો જમીન લેવલીંગ કે અન્ય કોઈ સરકારી કામગીરી થાય છે ત્યારે તંત્ર અને સ્થનિકો વચ્ચે ઘર્ષણ થયા છે જેનો હજી સુધી કાયમી ઉકેલ આવ્યો નથી.જોકે સરકારે પણ 6 ગામનો જે મુદ્દો છે તેનો ઉકેલ લાવવા માટે અનેકવાર મિટિંગો કરી છે
જોકે રાજ્ય સરકારેજે પેકેજ જાહેર કર્યું છે તે પેકેજ ગ્રામજનોને મંજૂર નથી. કારણ કે તેઓને જમીનો 1961 -62માં સંપાદન થઇ હતી ત્યારે આજે એ વાતને 60 વર્ષો વીતી ગયા છે ત્યારે આજના સમય પ્રમાણે જમીનના ભાવ પ્રમાણે અને તેઓને રોજગારી મળે અને હવે તો તેમના એક કુટુંબના અનેક સભ્યોની સંખ્યા સ્વભાવિક રીતે વધી ગઈ છે ત્યારે સરકાર દ્વારા સુવ્યસ્થિત પેકેજ યોજના આપે તેવી માંગ કરી રહ્યા છે.
તો બીજી બાજુગઈ કાલે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આદિજાતી વિકાસ મંત્રી ગણપત વસાવા ,સાંસદ મનસુખભાઇ વસાવા છોટાઉદેપુર ના સાંસદ ગીતાબેન રાઠવા નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તેમજ માજી મંત્રી શબ્દશરણ તડવી,તેમજ કેવડિયા ગામના દિનેશ તડવી કે જેઓ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ આ આગેવનો અને નર્મદા નિગમના અધિકારીઓને સાથે મુખ્યમંત્રી એ સાથે મીટીંગ રાખવામાં આવી હતી અને આ 6 ગામ ના લોકો ના માંગ ની ઉકેલ માટે નો પ્રયાસ મિટિંગ મા શરૂ થયો છે ત્યારે એનો કેવો ઉકેલ આવે છે તે જોવું રહ્યું.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા