મહાનુભાવો જે ગેટ પરથી પ્રવેશ કરવાના હતા તે ધરાશાયી

અમદાવાદમાં યોજાનાર નમસ્તે કાર્યક્રમ માટે તંત્રએ કામગીરી ઉતાવળે કરી હોય એવું લાગી રહ્યું છે. કારણકે રવિવારે મોટેરા સ્ટેડિયમ ખાતે વીવીઆઈપી ગેટ પડી ગયો હતો. આ એ ગેટ છે જ્યાંથી ટ્રમ્પ સહિતના મહાનુભાવો પ્રવેશ કરશે. તો સામાન્ય લોકો જ્યાંથી પ્રવેશ કરશે તે મુખ્ય ગેટ પાસેનું બેનર પણ પડી ગયું હતું.આ ઘટના બનતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને તેના મરામતની કામગીરી યુધ્ધના ધોરણે ચાલુ કરી હતી. આ પ્રકારની ઘટના તંત્રે કરેલી કામગીરી સામેં શંકા ઉપજાવે છે જે સમયે આ ઘટના બધી તે સમયે કોઈ વ્યક્તિ હાજર ના હોવાથી જાનહાની કે ઇજા થઇ ના હતી. અહીં સવાલ એ થાય કે જો આ જ ઘટના મહાનુભાવોના આગમન વખતે થઈ હોત તો શું થાત. ગેટ સામાન્ય પવનમાં પડી જતો હોય તો કામગીરીના ખામી ચોક્કસ કહી શકાય.