ખંભાતમાં જૂથ અથડામણ બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ અનેક વિસ્તારમાં તોફાન અને આગચંપી

આણંદના ખંભાતમાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણ બાદ સમગ્ર ખંભાત ભડકે બર્યું છે. ખંભાતના તીનબત્તી લીંડીચોક, ચોકવિસ્તાર, અકબરપુર, પીરોજપર વગેરે વિસ્તારોમાં તોફાનો શરૂ થયા છે. વાહનો સહિત દુકાનો અને મકાનોમાં આગચંપી કરવામાં આવી છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવાયું છે. કલેકટર ઘટના સ્થળે પહોચ્યા છે. તોફાની તત્વોની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.