નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના પાસ વિતરણમાં ભાજપથી મોટો લોચો થયો છે ભાજપના ધારાસભ્યોના પાસ વિપક્ષમાં પહોંચી જતા મોટા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ ઘટનામાં જેના પાસે પાસ વિતરણ કરવાની જવાબદારી હતી, તેણે મોટો લોચો મારતા મોટો વિવાદ સર્જાયો છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નિવાસસ્થાને ભાજપના MLAના કાર્ડ પહોંચ્યા મોટો વિવાદ સર્જાયો છે. ભૂલનો અહેસાસ થતા કાર્ડ પરત મંગાવી લેવામાં આવ્યા હતા.
સરકારી તંત્ર, કહેવાતી અભિવાદન સમિતિ કે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના હોદેદારોને કશી જ ખબર નથી. જેને કારણે રવિવારે પણ અફડા તફડીનો માહોલ ઉભો થયો હતો. સરકારે કોંગ્રેસ છોડીને ભાજપમા ગયેલા ધારાસભ્યોના આમંત્રણ કાર્ડ વિરોધ પક્ષના ગાંધીનગર સ્થિત બંગલે મોકલાવી દેવાયા હતા વિધાનસભાની ચૂંટણી પહેલા અને પછી કેટલાક ધારાસ્ભયો કોંગ્રેસ છોડીને ભાજપમા ગયા હતા. જેમા ડો.આશાબહેન પટેલ,રાઘવજી પટેલ,પુરુષોતમ સાબરીયા વગેરેનો સમાવેશ થાય છે.આ ત્રણેય ધારાસભ્યોના આમંત્રણ કાર્ડ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના ગાંધીનગરના બંગલે મોકલાવી દેવાયા હતા જેમા આકોટાના ભાજપના ધારાસભ્ય સિમાબહેન મોહિલેનુ કાર્ડ પણ મોકલાવી દેવાયુ હતુ