શિવનેરી બ્રિગેડની મુલાકાત લેતા સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટેનન્ટ જનરલ જે.એસ.નૈન.


અમદાવાદ: સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટેનન્ટ જનરલ જે.એસ.નૈન, અતિ વિશિષ્ટ સેવા મેડલ, સેના મેડલ, 09 ઑગસ્ટ 2021ના રોજ શિવનેરી બ્રિગેડની મુલાકાતે આવ્યા હતા.

જનરલ ઓફિસરે વિદેશ તાલીમ નોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિરીક્ષણ કર્યું હતું અને આગામી વિદેશ તાલીમ કવાયત હાથ ધરવા માટેની મોડેલિટી વિશે તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમણે જવાનો સાથે સંવાદ કર્યો હતો અને સામનો કરવાની તૈયારીઓનું ઉચ્ચ સ્તર જાળવી રાખવા માટે તેમને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે તાજેતરમાં સંપન્ન થયેલા ‘ઓપરેશન વર્ષા 21’માં ફોર્મેશન દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ ઓપરેશન દરમિયાન 2300 લોકોને બચાવીને તેમનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું/ તેમને તબીબી સહાયતા પૂરી પાડવામાં આવી હતી.

જનરલ ઓફિસરે કોઇપણ અચાનક આવેલી પરિસ્થિતિના સંજોગોમાં બહેતર અને કાર્યદક્ષ પ્રતિભાવ આપવા માટે પરિસ્થિતિનું સર્વાંગી ચિત્ર મેળવી શકાય તેવા ઉદ્દેશથી પરિચાલનની કાર્યદક્ષતા, ત્રણેય સેવાઓ વચ્ચે તાલમેલ અને ભગીની સેવાઓ સાથે સહકાર પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં, લડતની અસરકારકતાની ક્ષમતા વધારવા માટે એકીકૃત તાલીમની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે તમામ રેન્કને સખત પરિશ્રમ કરવાનું ચાલુ રાખવા અને પરિચાલનની તૈયારીઓનું ઉચ્ચ સ્તર જાળવી રાખવા માટે પ્રેરણા આપી હતી.