જીતનગરની જિલ્લા જેલમાંદશામાં નુ વ્રત કરતા કેદી ભાઈ બહેનો
કેદી મહિલાઓ અને કેદી ભાઈઓએ દશામાની મૂર્તિ સ્થાપી દશ દિવસ પૂજન અર્ચના કરી કોરોના મુક્તિ ની પ્રાર્થના કરી
રાજપીપલા, તા9
નર્મદા જિલ્લાની જીતનગરની જિલ્લા જેલમાંકેદી ભાઈ બહેનોએ દશામાંવ્રતનો પ્રારંભ કર્યો છે.જેમાં કેદી મહિલાઓ અને કેદી ભાઈઓએ દશામાની મૂર્તિ સ્થાપી દશ દિવસ પૂજન અર્ચના કરી કોરોના મુક્તિ ની પ્રાર્થના કરી રહ્યા છે.
જેલ અધિક્ષક એલ એમ બારમેરા ના જણાવ્યા અનુસાર બંદીવાનોમા કોરોના વાયરસ સંક્રમણ ફેલાય નહીં તે માટે રાજપીપળા જિલ્લા જેલના અધિકારી દ્વારા સતત પ્રયત્નશીલ રહેવામાં આવે છે.
જિલ્લા આરોગ્ય અધિકારી વિપુલભાઈ ગાવિત તથા તબીબી અધિકારીશ દિવ્યાબેન ખેરના સતત પ્રયત્નથી કોરોનાની વેક્સીનદરેક કેદીઓને મુકાવી છે.
અધિક પોલીસ મહનિર્દેશક શ(જેલ) ડો. કે.એલ.એન. રાવ સાહેબના સતત માર્ગદર્શન હેઠળ બંદીવાન ના સ્વાસ્થય સબંધિત સૂચનાથી આ સુંદર કાર્ય થઈ રહ્યા છે.ત્યારે કેદીઓ મા ધાર્મિક ભાવના ખીલેતે માટે જેલમાં કેદી ભાઈ બહેનોએ પણ દશામાં નુ વ્રત કરી રહ્યા છે. એ માટે જેલ અધિક્ષકે મૂર્તિ લાવી આપી પૂજાનો સમાન લાવી વ્યવસ્થા કરી આપી છે. કેદીઓ ભક્તિ ભાવ પૂર્વક પૂજા કરી કોરોના માંથી સૌ મુક્ત થાય એવી પ્રાર્થના કરી હતી.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા