૯ વર્ષ ની મહાદલિત એવી વાલ્મીકિ સમાજની નાનકડી
બાળકી પર દુષ્કર્મ આચરી નરાધમોએ બાલિકાનેજીવતી સળગાવી નાખી સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરતા વાલ્મિકી સમાજમાં રોષ
દુષ્કર્મ આચરનારને કડકને કડક સજા
આપી તેની તાત્કાલિક ધડપકડ કરવાની માંગ
રાજપીપલા, તા.9
દિલ્હી નાંગલ ગામની નાબાલિક બાળા પર બળાત્કાર કરનારને ફાંસીની સજા આપવાની માંગ સામે રાજપીપલા ખાતે કલેકટર નર્મદાનેગુજરાત પ્રદેશ ભાજપ SC મોરચા તેમજ ગુજરાત પ્રદેશ સફાઈ કામદાર સેલ તેમજ ગુજરાત જિલ્લા
કક્ષાના મોરચા અને સેલો દવારા આવેદન આપ્યુંહતું
દિલ્હી કેટ વિધાનસભાના નાંગલ ગામની ૯ વર્ષ ની મહાદલિત એવી વાલ્મીકિ સમાજની નાનકડી
બાળા પર દુષ્કર્મ આચરી નરાધમોએ બાલિકાનેજીવતી સળગાવી સૃષ્ટિ વિરુદ્ધનું કાર્યકરતા નર્મદા જિલ્લા વાલ્મિકી, દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો હતો.
આવી બરબરતા પૂર્ણ ઘટનાને અંજામ આપનાર ગુનેગારને તાત્કાલિક ધડપકડ કરવામાં આવે અને તેઓને ફાંસીના માંચડે લટકાવવામાં આવે
એવી માંગણ ગુજરાત પ્રદેશ ભાજપ SC મોરચા તેમજ ગુજરાત પ્રદેશ સફાઈ કામદાર સેલ તેમજ ગુજરાત જિલ્લા
કક્ષાના મોરચા અને સેલો દવારા નર્મદા જિલ્લા મથકેરાજપીપલા ખાતે રાષ્ટ્ર્રપતિને ઉદ્દેશીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.
જેમાંઅમિત સોલંકી, જિલ્લા મહામન્ત્રી, જિલ્લા એસસી મોરચા નર્મદાએ જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની આપની સરકારમાં વારંવાર દલીતો અને વાલ્મીકિ સમાજ પરનાઅત્યાચારોની ઘટનાઓ બની છે.તો કેજરીવાલની સરકારને તાત્કાલિક અસરથી બરખાસ્ત કરવામાં આવે અને દિલ્હીમાંરાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે. અમારી માંગણી છે કે નાબાલિક દીકરી ઉપર દુષ્કર્મ આચરનારને કડકને કડક સજા
આપવામાં આવે અને તાત્કાલિક ધડપકડ કરવામાં આવે આ નરાધામો ને બચાવવા માટે ભીનું સંકેલવાની કોશીશ થશે તોજલદ આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી
આ પ્રસંગે સફાઈ કામદાર સેલ નર્મદા જિલ્લા કન્વીનર જયશ્રીબેન સોલંકી, સહ કન્વીનર વિરેન્દ્રભાઈ સોલંકી. જિલ્લા એસ.સી મોરચા પ્રમુખ શ્રેયસભાઈ પરમાર, જિલ્લા એસ.સી મોરચા મહામંત્રી અમિતભાઈ સોલંકી સફાઈ કામદાર સેલ ના તાલુકા કન્વીનર અને સહ કન્વીનર શ ઓ તેમજ એસ.સી મોરચા ના પ્રમુખ અને મહામંત્રીઓએ ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યું હતું.
તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા