સેલંબા હાઈસ્કુલના તાળા તૂટ્યા
રોકડા રૂ.૨૫,૦૦૦-તથા પિત્તળના વાસણો, મૂર્તિ, તથા વિદ્યાર્થીઓ ના સ્કુલ ડ્રેસની ચોરીની ફરિયાદ

સેલંબા હાઈસ્કુલના તાળા તૂટ્યા

રોકડા રૂ.૨૫,૦૦૦-તથા પિત્તળના વાસણો, મૂર્તિ, તથા વિદ્યાર્થીઓ ના સ્કુલ ડ્રેસની ચોરીની ફરિયાદ

રાજપીપલા,તા 24

નર્મદાના સેલંબા હાઈસ્કુલના તાળા તોડી સ્કૂલમાંથી
રોકડા રૂ.૨૫,૦૦૦તથા પિત્તળના વાસણો, મૂર્તિ, તથા વિદ્યાર્થીઓ ના સ્કુલ ડ્રેસની ચોરીકરી નાસી જતા સાગબારા પોલીસમા ચોરીની ફરિયાદ નોંધાઈ છે
જેમાં ફરીયાદીદેવેંદ્રકુમાર કાશીનાથભાઈ પટેલ રહે.સેલંબાએ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદની વિગત અનુસાર સેલમ્બા હાઈસ્કૂલના સંડાસ બાથરૂમની હવા ઉજાસ માટેની સીમેંટની જાળી તોડી તે વાટે થી અંદર પ્રવેશ કરીતસકરો અંદર ઘૂસ્યા હતા. અને ફરીયાદીના સ્કુલના આચાર્યના ઓફિસના ભાગે આવેલ સંડાસ બાથરૂમની હવા ઉજાસા માટેની સીમેંટની જાળી તોડી તે વાટે થી અંદર પ્રવેશ કરી ઓફિસ
ટેબલના ડ્રોવરમાં મુકેલ રોકડા રૂ.૨૫,૦૦૦/-તથા પિત્તળનો અશોક સ્થંભ-૦૧ આશરે કિંમત રૂ.૫,૦૦૦/-તથા પિત્તળની ગણેશજીની મુર્તિ-૦૧ આશરે કિ.રૂ. ૧,૫૦૦/-તથા
વિધાર્થીઓના સ્કુલ ડ્રેસ કુલ-૧૫ જોડી કિ.રૂ.૬,૦૦૦/-મળી કુલ કિંમત રૂ.૩૭,૫૦૦/-ના માલમત્તાની ચોરી કરી લઇ જઈ નાસી જતા પોલીસે ચોરીનું પગેરું મેળવવા તપાસ હાથ ધરી છે

તસવીર :જ્યોતિ
જગતાપ, રાજપીપલા