જામનગરના નિવૃત એ.એસ.આઈ યુનુસભાઈ સમાંએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ ધારણ કર્યો કેસરીયો.
જામનગર: ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણીની વિકાસ યાત્રા થી પ્રેરિત થઇ ગુજરાત પોલીસમાં સેવા આપી ચૂકેલ અને હાલમાં જ વયનિવૃત થયેલ એ.એસ.આઈ યુનુસભાઈ સમાં ભારતીય જનતા પાર્ટી માં જોડાયા. આ તબક્કે શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બામણિયા, વિજયસિંહ જેઠવા, મેરામનભાઈ ભાટુ, પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોશરાણીની ઉપસ્થિતિમાં નિવૃત એ.એસ.આઈ યુનુસભાઈ સમાંએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરેલ.
આ તબક્કે શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ગુજરાત રાજય કૃષિમંત્રી આર.સી.ફળદુ, રાજયમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મહામંત્રી પ્રકાશભાઈ બામણિયા, વિજયસિંહ જેઠવા, મેરામનભાઈ ભાટુ, પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોશરાણી સહિત શહેર સંગઠનના હોદેદારો, પદાધિકારીઓ, વિવિધ મોરચાના પદાધિકારીઓ, વોર્ડ સમિતિના પદાધિકારીઓએ તેમને આવકારેલ છે. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદી માં જણાવવામાં આવ્યું હતું.