નર્મદામા ટ્રેકટર બેટરી ચોર ગેંગ સક્રિય બની
તિલકવાડા તાલુકાના અલ્વા ગામેથી ટ્રેક્ટરોમાંથી એક જ સમયે 10થી 12બેટરીઓ ચોરી થતાં ખેડૂતોમાં રોષ
હાલ ખેતીની સિઝન હોય ટ્રેક્ટરો માંથી બેટરીઓ ચોરાતાં ખેડૂતો મુશ્કેલીમા
ટ્રેકટરમાંથી બેટરી કાઢીને બીજા જિલ્લામા સસ્તા ભાવે બેટરી વેચી રોકડી કરી લેતી ગેંગ
રાજપીપલા, તા 3
નર્મદા જિલ્લામા ટ્રેકટર ચોર ગેંગ સક્રિય બની છે. જેમાં તિલકવાડા તાલુકાના અલવા ગામે ખેડૂતોના પાર્ક કરેલા ટ્રેકટરોમાંથી બેટરી કાઢી એકજ દિવસે દિવસે એક જ સમયે જુદી જુદી જગ્યાએ ટ્રેકટર ચોર ગેંગ ત્રાટકી હતી. અને ટ્રેક્ટરોમાંથી 10થી 12ખેડુતોની બેટરી ચોરાઈ જતા ખુદ ખેડૂતો ચોકી ઉઠ્યા હતા.
હાલ કોરોનનો કપરો કાળમાં લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે તેવા સમયે ચોરી શરૂથઈ છે. જેમાં ખેડૂતોના ટ્રેકટરમાંથી બેટરી કાઢીને બીજા જિલ્લામા સસ્તા ભાવે બેટરી વેચી રોકડી કરી લેતા હોય છે. બેટરી કાઢવાના જાણકાર એવી એક ગેંગ નર્મદામા સક્રિય બની છે. ટ્રેકટરની બેટરીની ચોરી કરે છે.
અલ્વા ગામેથી બેટરી ચોરી થતા ખેડૂતો રોષે ભરાયા છે હાલ ખેતીની સિઝન ચાલુ હોય ખેડૂતો વાવણીમાં જોતરાયા છે ત્યારે ટ્રેકટરોમાથી બેટરી ચોરાતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.
આ બાબતે તાલુકા સદસ્ય દીવાની આસિમશાએ જણાવ્યું હતું કે આ કામ કોઈ એક વ્યક્તિનું ના હોઈ શકે. એક જ સમયે દસથી બાર ટ્રેક્ટર માંથી બેટરી ચોરી કરવી એ કોઈમોટીજાણભેદું ગેંગનું કામહોઈ શકે.છે આ બાબતે યોગ્ય તપાસ કરી આરોપીઓ ઝડપાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
આ અંગે વાવડી ગામના ખેડૂત પરેશ પટેલે જણાવ્યુ હતું કે નર્મદા ટ્રેક્ટરોની બેટરી ઉપરાંતભૂંડ ને મારવાના ઝટકા મશીનમાંથી બેટરીની પણ ચોરી થઈ રહી છે. એ ઉપરાંત સોલર પ્લેટ પણ કાઢી જાય છે. ટ્રેક્ટરની બેટરી અંદાજે 7000/-ની આવે છે. જેને સસ્તા ભાવે વેચી રોકડી કરી લેતા હોય છે આવી ગેંગ ને પોલીસ ઝબ્બે કરે એવી માંગછે.
કોરોના ના કપરા સમયમાં જ્યારે ખેડૂતો માંડ પગભર થયા છે ત્યારે બેટરીઓની ચોર ગેંગ સક્રિય થતા તિલકવાળા પંથક માં ચિંતાનું મોજું ફરી વળ્યું છે
આ અંગે તિલકવાડા પોલીસ મથકમાં ફરીયાદી યાશીનશા ઉર્ફે કાલુ સલીમશા દિવાન, રહે. અલવા)ની ફરિયાદની વિગત અનુસાર ફરીયાદી ના ટ્રેકટર સ્વરાજ ૭૧૭ રજી.નબર જી.જે.રર એચ.૪૩ર૭ તથા સાહેદ
ગોરધનભાઇ જીવણભાઇ ભીલ નાઓનું ટ્રેકટર સ્વરાજ ૩૧૭ નંબર જી.જે.રર એચ ૭પ૬૭ તથા કનૈયાલાલ રામદાસભાઇ ભીલ નુ ટ્રેકટર સ્વરાજ ૩૩૫ રજી.નબર
જી.જે.રર એચ ૪૯૨૭૪ તથા અર્જુનભાઇ અંબાલાલ ભીલ નાઓનું નવું ટ્રેકટર સ્વરાજ ૭૧૭ તથા રાજેશભાઇ ચંદુભાઇ ભીલનું સ્વરાજ ૭૧૭ રજી.નંબર
જી.જે.૩૪ બી ૭૯૬૭ તથા કપિલભાઇ વાસુદેવભાઇ ભીલ નાઓનું સ્વરાજ ૭૩૫ રજી.નબર જી.જે.૩૪ બી પ૩.૭૬ મળી કુલ ટ્રેકટર નંગ છેક ની કુલ બેટરી નંગ ૦૬ જે એક
બેટરી ની કી.રૂ. ૪,000/લેખે કુલ ૬ બેટરી ની કી.રૂ.૨૪,૦૦૦/ ની કોઇ ચોરી તથા બીજા ફરીયાદી
ભાણાભાઇ મોહનભાઇ બારીયા રહે.ગેંગડીયા તા.તિલકવાડા)ની ફરિયાદની વિગત મુજબ ફરીયાદી નુ ટ્રેકટર સ્વરાંજ ૭૧૭ નબર વગર નુ તથા સ્વરાજ ૩૩૫ રજી.નબ
રજી.નબર જી.જે.રર એચ.૩૯30 તથા સોમાભાઇ મોહનભાઇ બારીયાનુ ટ્રેકટર સ્વરાજ ૮૪૩ રજી.નબર જી.જે.રર એચ કર૩૭ ના ટ્રેકટર ની બેટરી મળી કુલ ત્ર
ટ્રેકટર ની બેટરી નંગ ૦૩ કી.રૂ. ૧૨,૦૦૦/ નીમળીકૂલ 9 બેટરીની કૂલ કિંમત ચોરી 36000/-ની મતાની ચોરીની ફરિયાદ કેવડિયા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
જોકે ઘટના બાદ તિલકવાડા પો.સ્ટેશન ના પી.એસ. આઈ એમ. બી. વસાવાએ સ્થળ તાપસ પણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા