વિદ્યુત બોર્ડ ના ઈજનેર દ્વારા યોગ્ય જવાબ નહીં આપતા પ્રમુખ ડૉ. કિરણ વસાવા સહિત આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ ભૂખ હડતાળ ઉપર ઉતર્યા.

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા :

સાગબારા ખાતે વીજ પુરવઠો કાપ મુકવાના વિરોધ માં વિદ્યુત કચેરી ને તાળા બંધી કરવા જતાં પોલીસ તંત્રએ આમ આદમી પાર્ટીએ તેમને અટકાવ્યા


સાગબારા વિદ્યુત બોર્ડ ના ઈજનેર દ્વારા યોગ્ય જવાબ નહીં આપતા પ્રમુખ ડૉ. કિરણ વસાવા સહિત આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ ભૂખ હડતાળ ઉપર ઉતર્યા.


સાગબારા TDO ના ઓફીસ માં કોઈ ચાર્જ ઉપર નથી, મામલતદાર કચેરી માં કોઈ ચાર્જ ઉપર નથી. મુલાકાત દરમ્યાન કોઈ અધિકારી હાજર નહીં હોવાનો આક્ષેપ

રાજપીપલા, તા.1




આજ રોજ તારીખ 28/07/2021 ના રોજ આમ આદમી પાર્ટી સાગબારા દ્વારા ખેડૂતો ના પ્રશ્નો ને લઈ વિદ્યુત બોર્ડ કચેરી સાગબારા વિભાગ દ્વારા નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી પૂર્વ પ્રમુખ ડૉ. કિરણ વસાવા, સાગબારા તાલુકા મહામંત્રી મહેશભાઈ પાડવી, તાલુકા ઉપપ્રમુખ રાજભાઈ વસાવા ની આગેવાની માં કાયમ જ તાર ફોલ્ડ ના બહાના હેઠળ વીજ પુરવઠો કાપ મુકવાના વિરોધ માં વિદ્યુત કચેરી ને તાળા બંધી કરવા જતાં પોલીસ તંત્રએ દ્વારા તેમને અટકાવતામામલો ગરમાયો હતો. રોષે ભરાયેલા આદમી પાર્ટી એ નારેબાજીકરી સાથે સખત વિરોધ કર્યો હતો. સાથે ઈજનેર અધિકારી સાથે દિવસ દરમ્યાન વીજ પુરવઠો ઠપ થયેલ હોય તો તેને આવતા અઠવાડિયે શિડયુલ ફેર દ્વારા દિવસ દરમિયાન જ આપવા રજુઆત કરવામા આવી હતી.પરંતુ શરૂઆતમા આમ આદમી પાર્ટી દ્વારા કરેલ પ્રસ્તાવ ને સ્વીકારવા માં નહીં આવતા આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ ભૂખ હડતાલ ઉપર ઉતરી પડ્યા હતા. અને કચેરી સામે નારેબાજી ચાલુ રાખી.હતી આખરે ઘણા સંઘર્ષ બાદ ઈજનેર અધિકારી દ્વારા શિડયુલ ફેર દ્વારા આવતા અઠવાડિયે પણ સાગબારા તાલુકા ને દિવસ દરમ્યાન જ વીજપુરવઠો પૂરો પાડવા નો દિલા શો આપતા છેવટે મામલો થાળે પડ્યો હતો.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા