ભરૂચ સાંસદ મનસુખ વસાવા એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર થી અભિનંદન પણ પાઠવ્યા
રાજપીપલા, તા.1
ગુજરાત ની નમ્બર 1 વેલીયન્ટ ક્રિકેટ કલબ તરફ થી નર્મદા જિલ્લાના વિશાલ પાઠક ક્રિકેટ રમી રહ્યો છે નર્મદા જિલ્લાની રાજપીપલા કિંગ્સ ના કેપ્ટન વિશાલ પાઠક એ વર્ષ 2019 માં દમણ ખાતે રામાયેલ વેલીયન્ટ પ્રીમિયર લીગ માં રાજપીપલા કિંગ્સ ને ફાઇનલ મેચ સુધી પોતાની ટિમ ને પહોંચાડી હતી જોકે ફાઇનલ મેચ માં ટીમે હાર નો સામનો કરવો પડ્યો હતો. નર્મદા જિલ્લાના એક માત્ર ક્રિકેટર વિશાલ પાઠક એ અત્યાસુધી ઘણા રાજ્યો માં પોતાની ક્રિકેટર તરીકે ની આગવી ઓળખ ઉભી કરી છે વિશાલ એ નેપાળ,દિલ્હી,જયપુર,મલેશિયા અને ગુજરાત માં અનેક સ્થળો પર ક્રિકેટ માં ટિમ ની આગેવાની કરી છે અને ટીમ તરફ થી રમતા ઘણી વિકેટો પણ ઝડપી છે અને રન બનાવી ને પોતાની ટીમને વિજેતા પણ બનાવી છે નર્મદા જિલ્લાના વિશાલ પાઠક ને વર્લ્ડકપમાં પ્રથમ હેટ્રિક લેનાર ચેતન શર્મા અને ભારત ને પ્રથમ એશિયા કપ જીતડનાર સુરીન્દર ખન્ના નામ થી ઓળખે છે જ્યારે બૉલીવુડ ની વાત કરીએ તો આશીકી મુવી ફેઈમ રાહુલ રોય,મશહૂર સિંગર સ્ટેબીન બેન,મિત બ્રોસ,તારક મહેતા ના બાઘા (તન્મય વેકરીયા),નટુકાકા પણ વિશાલ પાઠક ને અંગત રીતે ઓળખે છે જ્યારે હાલ માં જ વેલીયન્ટ ક્રિકેટ માં નર્મદા જિલ્લા ના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યા છે બ્રાન્ડ એમ્બેસેડર બનતા ની સાથે જ ભરૂચ સાંસદ મનસુખ વસાવા એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર થી અભિનંદન પણ પાઠવ્યા હતા નર્મદા જિલ્લાના એક એવો વ્યક્તિ છે કે જેને ક્રિકેટ ના ભગવાન ગણાતા સચિન તેંડુલકર એ પણ વિશાલ પાઠક એ ટ્વીટર પર અપલોડ કરેલ બ્લડ ડોનેશન ના ફોટા પર કોમેન્ટ કરી હતી કહી શકાય કે ક્રિકેટ ના ભગવાન ની કોમેન્ટ આવે તો કેટલો ઉત્સાહ હોઈ તે તો માત્ર વિશાલ પાઠક જ જાણી શકે છે હાલ વેલીયન્ટ ક્રિકેટ તરફ થી નર્મદા જિલ્લા ના બ્રાન્ડ એમ્બેસેડર બનવાથી ખૂબ ખુશી થઈ છે આ તમામ બાબતો ને વિશાલ પાઠકે પોતાના પરિવાર ના સપોર્ટ ને અને વેલીયન્ટ ક્રિકેટ ને કારણે જ આ બહુમાન મળ્યું છે તેમ જણાવ્યું હતુ
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા