*નિષ્ફળ શાસકો લાજવાને બદલે ગાજે છે: લાભુભાઈ કાત્રોડિયા-અધ્યક્ષ*

અમદાવાદ પત્રકારોના પ્રાણ પ્રશ્નોને વાચા આપતા સંગઠન પત્રકાર એકતા સંગઠનના અમદાવાદ જીલ્લા પ્રમુખ અને લોક ફરિયાદ ના નિવાસી તંત્રી હસુભાઇ પટેલ તથા પત્રકાર સંજયભાઇ પર જમાલપુર ખાતે ત્રણ પાડાઓને લઈ જતી રીક્ષામાથી પાડાઓને મુક્ત કરાવવા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પકડવામાં આવેલ જેના અનુસંધાનમાં કંટ્રોલ મેસેજ કર્યો હતો અને ગાયકવાડ દાણીલીમડા અને કાગડાપીઠ પોલીસની વાહનોની હાજરીમાં જીવદયા ટ્રસ્ટના મેમ્બરો તેમજ પત્રકારો સંજયભાઇ ઠક્કર અને હસમુખ પટેલ જે તે વખતે રેકોર્ડિંગ કરતા હતા. તે વખતે કસાઈઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં સંજયભાઇ ઠક્કરને માથાના ભાગમાં ઈજાઓ થઈ છે તેમજ જમણા હાથના ભાગમાં લાકડીઓ અને પથ્થરો વડે હુમલો કરતાં ઘવાયા છે. સંજયભાઇ ઠક્કર વધુ પડતા ઘવાયા હોઇ તાત્કાલિક એલ.જી.હોસ્પિટલમા સારવાર માટે ખસેડાયા છે.