વોરંટની બજવણી કરવા ગયેલા હેડ કોન્સ્ટેબલને ઘરમાં પૂરી દીધો

ફરિયાદ અનુસાર, ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સટેબલ સંજયસિંહ ગણપતસિંહને પોલીસ સ્ટેશનમાંથી મહેસાણા કોર્ટમાંથી આવેલા જામીનપાત્ર વોરંટની બજવણી કરવા માટેની વર્ધી આપવામાં આવી હતી. આ વોરંટ અલ્પેશ ભલાલા સાગર પ્લાસ્ટ માર્ટ ના નામનું હતું. સંજયસિંહ વોરંટની બજવણી માટે મંગળવારે અલ્પેશના ઘરે ગયા હતા. સંજયસિંહ તેમને વોંરટ બાબતે જણાવતા અલ્પેશે ‘મારે કોઈ કેસ ચાલતો નથી મારું શેનું વોરંટ’ એમ કહી બોલાચાલી કરી હતી. દરમિયાન અલ્પેશનાં માતા-પિતાએ બૂમો પાડીને ‘દરવાજાને લોક મારી દો’ એમ કહી રૂમમાં પૂરી દીધો હતો. આમ કોન્સ્ટેબલે પોલીસની મદદ લેતાં અંતે છુટકારો થયો હતો અને અલ્પેશ સહિત પરિવાર સામે ઓઢવમાં ગુનો નોંધ્યો હતો.