સોનાના ભાવમાં અમદાવાદમાં સતત તેજી 43,000ને વટાવી ગયો નવો ભાવ

વિવિધ પ્રતિકૂળ પરિબળો પાછળ વૈશ્વિક મંદીનો માહોલ પ્રબળ બનતા આંતરરાષ્ટ્રીય બજારમાં ફંડો તેમજ રોકાણકારો સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે સોના પર પસંદગી ઊતારતા વૈશ્વિક બજારોમાં સોનું ઊછળતા તેની સીધી અસર ભારતીય બુલીયન બજાર પર જોવાઇ હતી. અત્રે બુલીયન જારમાં સોનામાં વધુ 850નો સ્પ્રીંગ જેવો ઉછાળો નોંધાતા તે 43,850ની વિક્રમી સપાટીએ પહોંચી જવા પામ્યું હતું. બીજી તરફ બંધ બજારે રૂપિયાએ 72નું મથાળું ગુમાવી દીધું હતું.