અમદાવાદીઓએ આશરે 500 કિલોથી વધુ દાળવડાની જાયફત માણી ગયા.

અમદાવાદમાં વરસાદ વરસે એટલે લોકો ગરમાગરમ દાળવડા પર પોતાની પહેલી પસંદ ઉતારે. ઘરના સભ્યો હોય કે મિત્ર વર્તુળ વરસાદમાં અમદાવાદી દાળવડાની લારી પાસે ઉભો ના રહે તો તે અમદાવાદી ન કહેવાય. ઘણા સમય બાદ રવિવારે અમદાવાદમાં વરસાદના માહોલની જમાવટ થઈ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી એવામાં શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વિવિધ જગ્યાએ ઊભા રહેતા લારીવાળા તેમજ દાળવડા સેન્ટર ઉપર લોકોએ દાળવડા લેવા લાંબી લાઇન લગાવી હતી. શહેરના અલગ અલગ જગ્યા ઉપર ક્યાંક ટોકન સિસ્ટમ તો ક્યાંક કુપન લઈને લોકો દાળવડાની ખરીદી કરતા નજરે પડ્યા હતા. વ એક અંદાજ મુજબ અમદાવાદના લોકો આશરે 500 કિલો દાળવડા ઝાપટી ગયા હતા.