ધોરણ 10 બોર્ડની પરીક્ષાની હોલટિકિટ ઓનલાઇન મુકાઈ

રાજ્યમાં પાંચમી માર્ચથી શરૂ થઈ રહેલી ધોરણ 10 બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ સ્કૂલો 20 ફેબ્રુઆરીથી ઓનલાઇન ડાઉનલોડ કરી શકશે. બોર્ડે જણાવ્યું છે કે, શિક્ષણ બોર્ડની વેબસાઇટ ssc.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી 20મી ફેબ્રુઆરીથી સ્કૂલો ઇન્ડેક્સ નંબર, સ્કૂલનો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઈડીથી લોગઇન કરી ડાઉનલોડ કરી શકશે.