કુબેરજી ગ્રુપ પર IT દરોડાના ચાલુ સ્ટેટેમેન્ટ દરમિયાન જયંતિ પટેલને એટેક આવ્યો

સુરતઃઆવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા દસ દિવસ અગાઉ કુબેરજી ગ્રુપ પર પાડવામાં આવેલા દરોડામાં આજે અધિકારીઓ જ્યારે ભાગીદાર જયંતિ પટેલનું સ્ટેટમેન્ટ લઇ રહ્યા હતા ત્યારે તેમને હ્રદય રોગનો હુમલો થતાં તેમને ચાલુ સ્ટેટમેન્ટમાં હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી પુત્ર સન્ની પટેલે આવકવેરા અધિકારીઓ પર આરોપ લગાવ્યો હતો કે સ્ટેટમેન્ટ દરમિયાન ભારે દબાણ કરવામાં આવ્યુ હતુ. જેથી તબિયત બગડી હતી