બાબરા માં વૈશાખમાં અષાઢી માહોલ:તાલુકા માં મિનિ વાવાઝોડાની માફક પવન ફૂંકાયો, ક્યાંક પત્રા ઉડ્યા તો ક્યાંક વૃક્ષો જમીનદોસ્ત થયા

બાબરા માં વૈશાખમાં અષાઢી માહોલ:તાલુકા માં મિનિ વાવાઝોડાની માફક પવન ફૂંકાયો, ક્યાંક પત્રા ઉડ્યા તો ક્યાંક વૃક્ષો જમીનદોસ્ત થયા

 

રાજય ભરમાં હવામાન વિભાગની આગાહીને લઈ અમરેલી જિલ્લામાં ભર બપોરે લાઠી વિસ્તારમાં પ્રથમ વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ બાબરા વિસ્તાર સુધી પવન સાથે વરસાદ પડતા થોડીવાર મિનિ વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા. પવન સાથે ધોધમાર વરસાદ પડતા વાહન ચાલકોમાં ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા. બાબરા શહેરમાં વૃક્ષ ધરાશયની ઘટનાઓ બનતા વીજ વાયરો પડ્યા જેના કારણે અફડા તફડી મચી હતી. કાળઝાળ ગરમી અને તાપ વચ્ચે વરસાદ આવતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. મોડી સાંજે વરસાદએ વિરામ લીધો હતો.

બાબરા માં ચોમાસા જેવો માહોલ ઉભો થયો હતો. બાબરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં બાબરા ના ચમરડી રોડ ઉપર મોટી સંખ્યામાં વૃક્ષ ધરાશય અને ઘર ના પત્રા ઉડીજવાની ઘટનાઓ સામે આવતા વાહન વ્યહાર થોડીવાર માટે અટવાયો હતો.

બાબરા માંથી પસાર થતો રાજકોટ ભાવનગર ઉપર વૃક્ષો ધરાશય થયા હતા.

કમોસમી વરસાદના કારણે ધરતી પુત્રો ચિંતામાં મુકાયા.

 

રિપોર્ટ:- હિરેન ચૌહાણ બાબરા