અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે “મનુ સંસ્મૃતિ” પુસ્તકનું વિમોચન કરાયું

જામનગર

શ્રી બાલમુકુન્દ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો. અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે “મનુ સંસ્મૃતિ” પુસ્તકનું વિમોચન કરાયું*
૨૪ જુલાઈના રોજ જામનગરના ગ્રીન વિલામાં આવેલ સંસ્કૃતિ ભવન ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરૂવંદના કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના વરદ હસ્તે “મનુ સંસ્મૃતિ” પુસ્તકનું વિમોચન તેમજ વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં રાજ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુના બે શબ્દો પણ જો લોકો જીવનમાં ઉતારે તો સમાજમાં રહેલા અનેક નૈતિક પ્રશ્નો ઉપસ્થિત જ ના થાય તેમજ ભારત સરકારના પ્રથમ ઇજનેર શ્રી મનુભાઇ જોશીના જીવન અને તેમના કાર્યોની ઝાંખી કરાવતું પુસ્તક મનુ સંસ્મૃતિએ એક ભવ્ય ઇતિહાસમાં ડોકિયું કરવા સમાન છે. સાથે જ વૃક્ષોની મહત્તા પણ ગુરુ સંસ્કૃતિ સાથે જોડાયેલી છે તેમ જણાવી મંત્રીશ્રીએ વૃક્ષો વાવી, પર્યાવરણનું જતન કરી શુદ્ધ વાતાવરણના નિર્માણમાં સહયોગ આપવા જામનગરવાસીઓને અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં સામાજિક કાર્યકર શ્રી પ્રેમજીભાઈ થાનકી, ગાયત્રી શક્તિપીઠના સભ્યશ્રી વસોયા કલ્પનાબેન વ્યાસ, જાગૃતીબેન વ્યાસ, શ્રી દિપકકુમાર પંડ્યા, શ્રી જૈમીન પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

https://youtu.be/FNAYjFzTSg0