સુરતના કતારગામ વિસ્તારમાં એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યાં છે.

સુરતના કતારગામ વિસ્તારમાં એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યાં છે. હત્યાની આ ઘટના કતારગામ વિસ્તારમાં સીતારામ ચોક નજીક મેઇન રોડ પર બની છે. બે શખ્સો એક યુવકને ચપ્પુના ઘા મારી હત્યા નિપજાવી ફરાર થઇ ગયા છે. તો આ ઘટનામાં ભોગ બનનાર યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન છે.