આદિવાસી વિસ્તાર નર્મદામા સૌ પ્રથમવાર “ઓક્સિજન બેન્ક” નો પ્રારંભ
રાજપીપલા બ્લડ બેન્કને મળ્યા પાંચ ઓક્સિજન કન્સન્ટ્રેટર
કોરોના સહીત ઓક્સિજનની કમી વાળા દર્દીઓને મળશે ઓક્સિજન
ઓક્સિજન કન્સન્ટ્રેટર હવામાંથી ઓક્સિજનને ફિલ્ટર કરી શુદ્ધ ઓક્સિજન બનાવી આપતું અનોખું ડિવાઇસ
લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સનો ઉપયોગ કરાય છે
રાજપીપલા, તા 28
આદિવાસી વિસ્તાર નર્મદામા સૌ પ્રથમવાર “ઓક્સિજન બેન્ક” નો પ્રારંભ થયો છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તરફથી રાજપીપલા બ્લડ બેન્કને પાંચ ઓક્સિજન કન્સન્ટ્રેટર મળ્યા છે.આપણે બ્લડ બેન્ક, ચક્ષુ બેન્ક વિશેતો સાંભળ્યું હશે પણ હવે ઓક્સિજન બેન્ક પણ હવે ઉપલબ્ધ થઇ છે.
આ અંગે રાજપીપલા બ્લડ બેન્કના ચેરમેન એન બી મહિડાએ જણાવ્યું હતું કે
કોવિડ ૧૯ મહામારી દરમ્યાન પણ રેડ કીસની
શાખાઓ દ્વારા જરૂરીયાતમંદોને અવિરત સેવાઓ આપવામાં આવી છે
કૌવિડ – ૧૯ની સંભવિત ૩જી લહેરની તેયારીના ભાગ સ્વરુપે ઇન્ટર નેશનલ ફેડરેગ્ન ઓફ રેડ
કૌસ એન્ડ ૩ કીસન્ટ સોસાયટીઝ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના નેશનલ હેડક્વાર્ટર્સનાં
માધ્યમથી ગુજરાત રાજય રેડ ક્રોસ શાખાને ૩૫0 ઓક્સિજન કોન્સન્ટેટર્સ મળેલ છે.આ ઓક્સિજન કોન્સર્સ રેડ ક્રોસની જીલ્લા તાલુકા શાખાઓને ઓક્સિજન બેંક બનાવવા
વિતરણ કરવામાં આવ્યુ છે જેમાં રાજપીપલા બ્લડ બેન્કને પાંચઓક્સિજન કન્સન્ટ્રેટર મળ્યા છે. રાજપીપલા ખાતે ઓક્સિજન બેન્ક શરૂ થવાથી ઓક્સિજનની કમી વાળા દર્દીને લાભ મળશે
દેશમાં ઓક્સિજનનું સંકટ તીવ્ર બની રહ્યું છે. દેશના ઘણા ભાગોમાં હોસ્પિટલોમાં ઓક્સિજનનું સંકટ છે. ઘરમાં આઈસોલેટ ગંભીર સંક્રમિત દર્દીઓ માટે પણ ઓક્સિજન સિલિન્ડર ઉપલબ્ધ નથી. ઓક્સિજન કટોકટીના આ યુગમાં ઓક્સિજન કન્સન્ટ્રેટર ખૂબ ચર્ચામા છે પરંતુ કોવિડ યુગ દરમિયાન તેમની માંગ ખૂબ વધીછે.જયારે કોરોના વાયરસ સીધો ફેફસા પર આક્ર્મણ કરે છે છે અને જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હવે ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સનો ઉપયોગ કરાય છે. આજકાલ તેની ડિમાન્ડવધી છે.
ભારતમાં દરરોજ કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. હવે આ વાયરસ ગામડાંઓમાં પણ પગપેસારો કરી ચૂક્યો છે. આવામાં હૉસ્પીટલો, બેડ્સ અને ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સની અછત સર્જાઇ છે, આ વસ્તુઓનો અભાવે લોકોના મોત રહ્યાં છે. જોકે, આ કમીને પુરી કરવા માટે સરકાર પણ કોશિશો કરી રહ્યી છે, પરંતુ ઘણીબધી જગ્યાએ લોકોને ઓક્સિજન સિલિન્ડર નથી મળી રહ્યાં, આ કારણે લોકો ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સથી કામ ચલાવી રહ્યાં છે.
આ અંગે બ્લડ બેન્ક રાજપીપલાના ડો જે એમ જાદવે જણાવ્યું હતું કે ઓક્સિજન કન્સન્ટ્રેટર એક એવુ ડિવાઇસ છે જે હવામાથી નાઇટ્રોજનને અલગ કરે છે અને ઓક્સિજનથી ભરપુર ગેસ બહાર કાઢે છે, અને ડિવાઇસ હવામાંથી ઓક્સિજનને ફિલ્ટર કરે છે.
ઓક્સિજન કન્સન્ટ્રેટર તે ડિવાઈસ જે કુદરતી હવાથી ઓક્સિજન ઉત્પન્ન કરી શકે છે. ઓક્સિજન કન્સન્ટ્રેટર હવાથી નાઇટ્રોજનને અલગ કરે છે અને ઓક્સિજનથી ભરપુર ગેસ બહાર પ્રદાન કરે છે, જેનો ઉપયોગ ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ કરી શકે છે. કોરોના દર્દીઓના કિસ્સામાંજો ઓક્સિજનનું સ્તર 94% કરતા ઓછું થઈ જાય, તો દર્દીને તરત જ ઓક્સિજન ઉપચારની જરૂર હોય છે. આવા કિસ્સામાં ઓક્સિજન કન્સન્ટ્રેટર સપ્લિમેંટ દર્દીઓને ઓક્સિજન સપ્લાય કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ઓક્સિજન કન્સન્ટ્રેટર પોર્ટેબલ હોય છે અને ઉપયોગમાં સરળ છે. આ ડિવાઈસને ઓછા ખર્ચે ખૂબ જ ઓછા મેઈન્ટેનન્સની જરૂર હોય છે. દર્દીઓ ઓક્સિજન કન્સન્ટ્રેટરનો ઉપયોગ તેમની સુવિધા મુજબ ઘરે ડોક્ટર અથવા હેલ્થકેર વર્કર્સની દેખરેખ હેઠળ કરી શકે છે. ઓક્સિજન સિલિન્ડર ખાલી થાય ત્યારે તેને રિફીલ કરવાની જરૂર પડે છે, પરંતુ ઓક્સિજન કન્સન્ટ્રેટર સાથે એવું નથી. ઓક્સિજન કન્સન્ટ્રેટર લોંગ ટર્મ યુઝ માટે છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા