કોરોના કાળમાં નર્મદા ના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ ભોળા દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર જિલ્લા માંથી આઠ (8)બોગસ તબીબો ઝડપાયા

બિગ બ્રેકીંગ ન્યૂઝ નર્મદા :


કોરોના કાળમાં નર્મદા ના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ ભોળા દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર જિલ્લા માંથી આઠ (8)બોગસ તબીબો ઝડપાયા

નર્મદા પોલીસ અને આરોગ્ય વિભાગનું સંયુક્ત ઓપરેશન



નર્મદા એલસીબી પોલીસે 4 અને એસઓજી પોલીસે એક અને તિલકવાડા પોલીસે એક અને આમલેથા પોલીસે બે
મળી કૂલ આઠ
(08)બોગસ તબીબો ઝડપી પાડ્યા

એલ.સી.બી નર્મદા પોલીસેતિલકવાડા તાલુકાના અગર ગામેથી,નાંદોદ તાલુકાના લાછરસઅને પ્રતાપ નગર ગામેથી,રાજપીપલા ટાઉનમાંથી અને સાગબારા તાલુકાના રોજદેવ ગામેથી મળી કૂલ 6 બોગસ ડોકટર ઝડપ્યા

સાગબારા તાલુકાના સેલંબા ગામેથી એસ.ઓ.જી. પોલીસેઅને દેવલીયા પાસેથી તિલકવાડા પોલીસે એક બોગસ ડોક્ટર ઝડપી પાડ્યો


રાજપીપલા, તા 4

હાલ નર્મદા જિલ્લા મા કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ તબીબો નો રાફડો ફાટી નીકળ્યો છે. ખાસ કરીને કોરોના કાળમાં નર્મદા ના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ ભોળા દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર જિલ્લા માંથી આઠ (8)બોગસ તબીબો ને પોલીસે ઝડપી પાડ્યા છે


નર્મદા પોલીસ અધિક્ષક હિમકર સિંહ
ની સુચના અને માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે કે પટેલના માર્ગદર્શન મુજબ જીલ્લાનાં ડીગ્રી વગરના બોગસ તબીબો પકડી પાડી કાયદેસર
કાર્યવાહી કરવા સૂચના આપતાં નર્મદાની એલસીબી પોલીસે 4 અને એસઓજી પોલીસે એકઅને તિલકવાડા પોલીસેએકઅને આમલેથા પોલીસે બે મળી મળી કૂલ આઠ (8)બોગસ તબીબો ઝડપી પાડ્યા છે

જેમાં નર્મદા જીલ્લામાં બોગસ સર્ટીના આધારે તબીબી સારવાર કરતા તેમજ
હોમીયોપેથી સર્ટી આધારે એલોપેથીક સારવાર કરતા કુલ-૪ ડોક્ટરને એલ.સી.બી નર્મદા પોલીસે ઝડપી પાડેલ છે
જેમાં તિલકવાડા તાલુકાના અગર ગામેથી,નાંદોદ તાલુકાના લાછરસ ગામેથી,રાજપીપલા ટાઉનમાંથી અને સાગબારા તાલુકાના રોજદેવ ગામેથી મળી કૂલ ચાર બોગસ ડોકટર ઝડપ્યા છેજયારે આમલેથા પોલીસે પ્રતાપનગર ગામેથી બે બોગસ ડોકટર ઝડપ્યા છે

એલસીબી પીઆઇ એ એમ પટેલના જણાવ્યા અનુસાર નર્મદા જીલ્લામાં બોગસ સર્ટીના આધારે તબીબી સારવાર કરતા તેમજ
હોમીયોપેથી સર્ટી આધારે એલોપેથીક સારવાર કરતા કુલ-૪ ડોક્ટરને
ઝડપી પાડતી એલ.સી.બી નર્મદા
શ્રી હરીકૃષ્ણ પટેલ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા શ્રી હિમકર સિંહ પોલીસ અધિક્ષક, નર્મદા નાઓના માર્ગદર્શન
અને સુચના મુજબ જીલ્લામાં કોવીડ-૧૯ મહામારીના કપરા સમય દરમીયાન બોગસ સર્ટીના આધારે તબીબી સારવાર કરતા ડોક્ટરોને
ઝડપી પાડવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નર્મદા નાઓએ એલ.સી.બી.
સ્ટાફના પોલીસ માણસો સાથે નર્મદા જીલ્લામાં સર્ટી વગર તથા લાયકાત વગર તબીબી સારવાર કરતા દવાખાનું ખોલી તબીબી
પ્રેક્ટીસ કરતા હોવાની બાતમી હકિકતના આધારે પો.ઇન્સ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા નીચે મુજબ બોગસ ડોક્ટરો
ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

જેમાં તિલકવાડા તાલુકાના વ અગર ગામ ખાતે નિશારભાઇ નિઝામભાઇ
મલેકના મકાનમાં દિનેશકુમાર રઘુનાથ અધિકારી ખાનગી દવાખાનું
LO CRISBRAN
ખોલી પ્રેકટીસ કરતા
રેઇડ કરતા
દિનેશકુમાર રઘુનાથ અધિકારી હાલ (રહે.અગર તા.તિલકવાડા જિ.નર્મદા,
મુળ રહે. સપદલકુર રાબોનપોટા તા. દંતાલા જી. નદીયા (પશ્ચિમ
બંગાળા)ને ગુજરાત મેડીકલ કાઉન્સીલ
અમદાવાદ મેડીકલ પ્રેકટીસ કરવા અંગેનું સર્ટી તથા બીજા કોઇ મેડીકલ
ડીગ્રી કે સર્ટીઓ માંગતા મળી આવેલ નહીં તેમજ પોતાની પાસે આવી
કોઇ પણ ડીગ્રી કે લાયકાતની સર્ટી નહોત
તા અને માત્ર અનુભવના આધારે
છેલ્લા બે વર્ષથી અનુભવના આધારે તેઓ આ દવાખાનુ ચલાવતો હોઈ
તેના દવાખાનામાથી એલોપેથીક ટેબલેટો, સીરપની
બોટલો,તથા પાઇન્ટ ચઢાવાના બોટલો,સીરીંજ (નીડલો) વિગેરે કુલ્લે
કિ.રૂ. ૧૯,૯૧૮/-નો મુદ્દામાલ સાથે બોગસ તબીબીને ઝડપી પાડી આ ઇસમ વિરૂધ્ધ ઇ.પી.કો. ૩૩૬ તથા ડ્રન્સ એન્ડ કોમેટીક એક્ટ ૧૯૪૦ કલમ
૨૭(બી) તથા ધી ગુજરાત મેડીકલ પ્રેકટીસનર એકટ-૧૯૬૩ની કલમ ૩૦,૩૫ મુજબ ગુનોનોંધી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે નાંદોદ તાલુકાના લાછરસ ગામ ખાતે રાજકુમાર સુધીરભાઇ
રાવલ (રહે.લાછરસ તા.નાંદોદ) નામનો ઇસમ ખાનગી દવાખાનું
ખોલી પ્રેકટીસ કરતા હોવાની બાતમી આધારે પી.એસ.સી. લાછરસના ડો.
NARN
નિધી પ્રકાશભાઇ મોદીનાઓ સાથે લાછરસ ગામ ખાતે રેઇડ કરતા રાજકુમાર
સુધીરભાઇ રાવલ રહે.લાછરસ બોર ફળિયુ )ને માત્ર અનુભવના આધારે છેલ્લા અઢી વર્ષથી
અનુભવના આધારે તેઓ આ દવાખાનું ચલાવતા હોઈ દવાખાનામાં જોતા એલોપેથીક ટેબલેટો, સીરપની બોટલો,તથા
પાઇન્ટ ચઢાવાના બોટલો, સીરીંજ (નીડલો) વિગેરે કુલ્લે કિ.રૂ. ૧૯,૧૯૩/- તથા મોબાઇલ ૧ કિ.રૂ. ૫૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.
૨૪,૧૯૩/-નો મુદ્દામાલ
સાથે ઝડપી પાડ્યા હતા.
જયારે રાજપીપલા ટાઉન વિસ્તારના વિશ્વકર્મા મંદિર પાસે પ્રશાંતચન્દ્રકાંતભાઇ પટેલ નામનો ઇસમ ખાનગી દવાખાનું ખોલી પ્રેકટીસ
કરતો હોઈરેઇડ
કરતાપોતાની પાસે માત્ર હોમિયોપેથિક દવા આપવાની લાયકાતની
સર્ટી હોવાનું જણાવી અને તે આધારે તેઓ આ દવાખાનું ચલાવતો
હોઈ એલોપેથીક ટેબલેટો,સીરપની બોટલો, તથા પાઇન્ટ ચઢાવાના બોટલો,સીરીંજ (નીડલો) વિગેરે
કુલ્લે કિ.રૂ. ૧,૮૫,૫૧૪.૬૦/- નો મુદ્દામાલ સાથે તેને ઝડપી પાડ્યાહતા.
તો સાગબારા તાલુકા ના રોજદેવ ગામ ખાતે વિજયભાઇ
ગીરધરભાઇ વસાવાના ખેતરમાં કાચા ઝુંપડામાં સંજયકુમાર
કાર્તિકચંન્દ્ર સીલ( રહે. કંકલીયા નંદનપુર, તા.કરીમપુર
જી.નદિયા (પશ્ચિમ બંગાળ) નામનો ઇસમ ખાનગી દવાખાનું
ખોલી પ્રેકટીસ કરતો હોઈતેની પાસેથી
કુલ્લે કિ.રૂ. ૪૨,૦૦૪.૪૪/- નો મુદ્દામાલકબજે કરી તેને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જયારેએસ.ઓ.જી. શાખાનાં પો.ઈન્સ કે.ડી. જાટે
સાગબારા તાલુકાના ખોચરપાડા રોડ,પાણીની ટાંકી પાસે સેલંબા, તા. સાગબારા, જી.નર્મદા)
ખાતે હોમીયોપેથીકની ડીગ્રી ધરાવતો ડો.મહેન્દ્રભાઇ ગણેશભાઇ મહાજન ગેરકાયદેસર રીતે ખાનગી એલોપેથીક
દવાખાનું ખોલી ગેરકાયદેસર રીતે એલોપેથીક દવાઓ આપતો હોય રેડ કરતા
જુદી-જુદી કપંનીની એલોપેથી દવાઓ તથા ઈન્જકશનો તથા ગર્ભપાતની દવાઓ મળી ફૂલ
કી.રૂ.૬૪,૭૦૧/- ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ઈસમ વિરૂધ્ધ ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર એક્ટ-૧૯૬૩ ની
કલમ-૩૦ મુજબગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જયારેતિલકવાડા તાલુકાના દેવલીયા ચોકડી પાસેથી વધુ એક બોગસ ડોક્ટરઝડપાયો હતો.
દેવલીયા ચોકડી
રાજપીપલા જવાના રોડ ઉપર અબ્દુલવહાબ મહેરખાન ના મકાનમાં દવાખાનું ચલાવતા સુભાષચંદ્ર સનાતન મલીક (ઉ.વ.પs
હાલ રહે.દેવલીયા ચોકડી તા.તિલકવાડા મુળ રહે.ચાંદપાડા ગામ તા.ગાયઘાટા જી.ચોવીસ પરગુના (કલકત્તા)ને ઝડપી પાડી
પોતે ડોક્ટર નહી હોવા છતા તપાસી ખોટા નામે ઠગાઈ કરી મેડીકલ પ્રેક્ટીસના
સાધનો તથા દવાઓ વિગેરે મળી કુલ રૂ.૩૭,૪૬૬/- ના મુદ્દામાલ સાથેતિલકવાડા પીએસઆઇ એમ.આઈ.શેખે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે

નાંદોદ તાલુકા ના પ્રતાપનગર ગામેથી વધુ બે બોગસ તબીબો ઝડપાઈ ગયા હતા.

જેમાંઆરોપી
રમાકાંન્ત કાશીનાથ ચૌધરી (હાલ રહે. પ્રતાપનગર તા.નાંદોદ જિ.નર્મદા મુળ રહે.મોડ તા.તલોદા
જી.નંદુરબાર (MH)એ
દવાઓ તથા ઇન્જકશનો તથા બાટલા મળી કુલ મુદામાલ
કિ.રૂ. ૫૫,૯૫૦/-ના મુદ્દામાલ સાથે ગે.કા રીતે મેડીકલ
પ્રેકટીસકરતા ઝડપાઈ ગયા હતા

જયારે પ્રતાપનગર ગામે યશ સુબોદચંદ્ર દેસાઇ (રહે. ઉમલ્લા તા.ઉમલ્લા જિ. ભરૂચ)
એદવાઓ તથા ઇન્જકશનો તથા બાટલા મળી કુલ
મુદ્દામાલ કિ.રૂા.૨૫૮૨૪.૭૪/- નો
મુદ્દામાલ સાથે ગે.કા
રીતે મેડીકલ પ્રેકટીસ કરી મનુષ્યની જીંદગી અને શારરિક સલામતી જોખમમાં મુકાય એવુ બેદરકારી ભરેલ ફુત્ય કરી રેઇડ દરમ્યાન ઝડપાઈ જતા આમલેથા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે પી પટેલે જણાવ્યું હતું કે કોરોના મા ગરીબ ભોળા દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર બોગસ દર્દીઓ ને ચલાવી લેવાશે નહીં. બે દિવસ મા 8બોગસ દર્દીઓ સામે કાર્યવાહી કરી છે હજી પણ કોઈ પણ ગામમા બોગસ ડોક્ટર ગેરકાયદે પ્રેક્ટિસ કરવાની માહિતી મળશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા