એચ.એ.કોલેજ ઓફ કોમર્સ દ્વારા ગુજરાત લો સોસાયટીનો ૯૪મો સ્થાપનાદિન ઉજવવામાં આવ્યો હતો. જી.એલ.એસની સ્થાપના ૨૩મી ફ્રેબ્રુઆરી ૧૯૨૭માં સરદાર પટેલ , કસ્તુરભાઈ લાલભાઈ તથા ભારતની પ્રથમ લોકસભાના અધ્યક્ષ ગણેશ માળવંકર દ્વારા કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં એક માત્ર લો કોલેજની શરૂઆત લો સોસાયટી દ્વારા કરવામાં આવી હતી. આ સોસાયટીના ડેવલપમેન્ટમાં હીરાલાલ ભગવતી.આઈ.એમ.નાણાવટી, ઠાકોરસાહેબ, સંતસાહેબ, પ્રિ.એમ.એસ.પંડીત વિગેરે લોકોનો સિંહફાળો હતો. હાલમાં જી.એલ.એસ.યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. જી.એલ.એસના એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસીડન્ટ શ્રી સુધીરભાઈ નાણાવટી તથા માનદ્ મંત્રીશ્રી દેવાંગભાઈ નાણાવટીના સહયોગથી આજે ૩૪ સંસ્થાઓનું વટવૃક્ષ જી.એલ.એસના નેજા હેઠળ ચાલી રહ્યું છે. કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતું કે કાયદાની કોલેજ સ્થાપીને ગુજરાતની પ્રજા માટે સોનેરી તક પૂરી પાડીને જી.એલ.એસે . બહુ મોટી સેવા કરે છે. અમદાવાદના જાણીતા કેળવણીકાર ડૉ.મફતભાઈ પટેલ ઉપસ્થિત રહીને જી.એલ.એસની ભવ્ય પરંપરાઓ વિશે વાત કરી હતી. કોલેજનાં અધ્યાપક તથા વિદ્યાર્થીઓએ કેક કાપીને ગુજરાત લો સોસાયટીના ૯૪માં સ્થાપનાદિનની ઉજવણી કરી હતી