કોરોનામા હોળીના રંગમાં ભંગ પડ્યો.
હોળી ટાણે ઢોલ, નગારા, શરણાઈ વાજિંત્ર વગાડતા હોળીના ગીતો ગાતા આદિવાસીઓના નૃત્ય બંધ થયા.
નર્મદામાં હોળીના દિવસે આદિવાસીઓમાં મરઘાં બકરાનો બલિ ચઢાવવાનો રિવાજ. બોલી ચઢાવી પોતાની બાધા-આખડી પૂરી કરતા આદિવાસીઓ.
હોળીના દિવસે દેશી દારૂ પીવાનો રિવાજ.
રાજપીપળા, તા. 28
નર્મદા જિલ્લામાં આદિવાસીઓનો મુખ્ય તહેવાર હોળી ટાણે માદરે વતનથી નર્મદામાં આદિવાસીઓ પાછા ફરી રહ્યા છે. આદિવાસીઓની જીભ ઉપર બેસીને બિસ્ત્રા,પોટલા લઈને રાજપીપળા આવી પહોંચ્યા હતા. આદિવાસીઓ પર પ્રાંતમાં અને બીજા જિલ્લાઓમાં મજૂરી કામ ધંધા અર્થે મોટી સંખ્યામાં બહાર જાય છે,પણ હોળીના તહેવાર એ અને આદિવાસીઓને અચૂક પોતાના વતનમાં પાછા ફરે છે અને કમાણી હોળીની ખરીદી વાપરે છે.આદિવાસી હોળી પર્વ એ ઢોલ, નગારા, શરણાઇ વાજિંત્રો વગાડી હોળીના ગીતો ગાવાનું આદિવાસીઓએ શરૂ કર્યું છે. જોકે આ વખતે કોરોના ના કારણે આદિવાસી હોળીની ઉજવણીમાં ઓટ આવી છે.
આદિવાસીઓનો મુખ્ય તહેવાર હોળી હોવાથી હોળી પર્વ ઉજવવા આદિવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો નથી .નર્મદા ગ્રામ્ય વિસ્તારમાં પાંચ દિવસ સુધી હોળી રમાય છે , હોળીના દિવસે ઠેર-ઠેર હોળી પ્રગટાવી ઢોલ, નગારા, શરણાઈ વાજિંત્રો વગાડે હોળીના ગીતો ગાયને નાચગાન કરીને હોળી પર્વ ઉજવે છે. પણ હોળી તને ભીડ સાથે પ્રતિબંધ હોવાથી આ વખતે આદિવાસીઓની હોળી ફીકી રહી હતી .અહીં આદિવાસીઓના મેળા પણ આ વખતે કોરોના ના કારણે બંધ રહ્યા હતા . ધુળેટી પછી પાંચ દિવસ સુધી આદિવાસીઓમાં લોકપ્રિય ગણાતું ઘેરૈયા આદિવાસી નૃત્ય ની રમઝટ નહિ બોલાય .
હોળીના દિવસે આદિવાસીઓમાં મરઘા બકરાનો બલિ ચઢાવવાનો રિવાજ હોવાથી ખાનગી ધોરણે આદિવાસીઓએ મરઘા બકરાની બલિ ચઢાવવાનો રિવાજ છે. બલિ ચઢાવી પોતાની બાધા -આખડી પૂરી કરે છે. હોળીના દિવસે દેશી દારૂ પણ પીવાનો રિવાજ પ્રચલિત છે. જોકે ક્રમસ: બલિપ્રથા હવે ક્રમશઃ બંધ થવા આવી છે કેટલાક આદિવાસીઓ મરઘા બકરા રમતા મૂકી ને મરઘા બકરાનો બલિ ચડાવી તેનો પ્રસાદ વેચે છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા