જેતલપુર શ્રી સ્વામીનારાયણ મંદિરના લાઈવ દર્શન કરો ,મંદિરમાં ના આવવા સંતોની અપીલ ચૈત્રી પૂનમના દર્શનનું આગવું મહત્વ.

કોરોના સંક્રમણને કારણે સરકારના આદેશ મુજબ દસક્રોઈ તાલુકાના જેતલપુર ગામે આવેલ ભવ્ય સ્વામિનારાયણ મંદિર ના દ્વાર તેમજ દર્શન ૨૪ માર્ચ થી ૧૫ એપ્રિલ દરમિયાન બંધ રાખેલ છે . તેમાં ગામ નાં તેમજ આજુબાજુના ગામ નાં હરિભક્તો નો ખુબજ સારો સહકાર મલી રહ્યો છે જેતલપુરધામના સ્વામિનારાયણ મંદિરના પુનમના દર્શન નું આગવું મહત્વ હરિભક્તોમાં રહેલું છે અને આ દિવસે હજારો હરી ભક્તો મંદિરના દર્શને આવે છે તેમજ ચૈત્રી પૂનમ ૮ એપ્રિલ ના રોજ છે ત્યારે જેતલપુર સ્વામિનારાયણ મંદિરમાં બીરાજમાન દેવો નાં દશઁન કરવા આવનાર દશઁનાથી ઓને મંદિરમાં આવવાનું ટાળી કાલુપુર મંદિરની યુ ટ્યુબ ચેનલ ,તે ફેસબુક ઉપર લાઇવ દર્શનની વ્યવસ્થા કરી હોવાથી ઘરમાં રહીને દશઁન નો લાભ લઈ શકશો અને સરકાર શ્રી નાં આદેશ નું પાલન કરવા મંદિર નાં મહંત શ્રી આત્મપકાશસ્વામિ એ અખબારી યાદી દ્વારા જણાવે છે કે ને વિનંતી કરેલ છે……..વિષ્નુ રાવલ મીડિયા સેલ કન્વિનર દશકૉઈ ગુજરાત