*સોનભદ્રની સીમમાં 12 લાખ કરોડનું સોનું મળ્યું*

સોનભદ્રઃ ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં સોનાનો ભંડાર મળ્યો છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (GSI)ને ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં ધરતીના ગર્ભમાં આશરે 3000 ટન સોનું હોવાનું માલૂમ પડ્યું છે. જે દેશના હાલના સોનાના અનામત જથ્થાના પાંચ ગણું છે. ઉત્તર પ્રદેશના ખનિજ વિભાગને આશરે સાડાચાર વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં બે સ્થળોએ સોનાની ખાણો મળી આવી છે. આ જમીન વન વિભાગની છે, જ્યારે કેટલોક ભાગ ખાનગી માલિકીનો છે GSIએ આ વિસ્તારમાં 1992-93માં સોનું શોધવાનું શરૂ કર્યું ખનિજ વિભાગના અધિકારી કેકે રાયે જણાવ્યું હતું કે GSIએ વર્ષ 1992-93થી જ સોનભદ્રમાં સોનું ખોળવાનું શરૂ કર્યું હતું હવે આ બ્લોકોની લિલામીનું કામ ઈટેન્ડરિંગ માટે જલદી શરૂ કરવામાં આવશે