ડેડીયાપાડા તાલુકાના કૂકરી પાદર થી આગળ આવેલ દેવનદીના ઊંડા પાણીમાં ડૂબી ગયેલ અજાણ્યા યુવાનનું કરુણ મોત
રાજપીપલા, તા23
નર્મદામા હાલ ભારે વરસાદ પડી રહ્યો હોઈ નદીઓમાં પાણીની આવક સતત વધી રહી છે ત્યારે ડેડીયાપાડા તાલુકાના કૂકરી પાદર થી આગળ આવેલ દેવનદીના ઊંડા પાણીમાં એક અજાણ્યા યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે
આ અંગે ડેડીયાપાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની વિગત અનુસાર પાચેક દિવસ પહેલા કોઈ પણ કૂકરી પાદર થી આગળ આવેલ દેવનદી
ના નાળા(પુલ)થી આશરે ૧૦૦ મીટર દૂર કિનારાથી ૨૦ ફૂટ ઉપર નદીના પાણીમાં
અજાણ્યો યુવાન ડૂબી ગયાની ખબર લીમજીભાઇ ખોમાભાઇ વસાવા (ઉ.વ.૪૬ રહે.ડુમખલ નિશાળ ફળિયું તા.ડેડીયાપાડા) એ આપી હતી. જેમાં
મરનારકોઈ અજાણ્યો પુરૂષ ઈસમ ઉ.વ.આ. ૩૦થી ૩૫ વર્ષ જેના નામ સરનામું જણાઈ આવેલ નથી.તે ડૂબી ગયેલ
જેને શરીરે લાંબીબાયનો કાળા તથા વાદળી
કલરનો શર્ટ પહેરેલ છે તથા કામરે કાળા કલરનો મેલા જેવો હાફ ચટ્ટો પહેરેલ છે જે દેવનદીના પાણીમાં પડી ડૂબી જવાથી તેનું મોત નીપજતા પોલીસે અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તસ્વીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા