તિલકવાડા ના હાફીસપુરા ગામે ડભોઈ ચાણોદ કેવડિયા તરફ જતા રેલવે ટ્રેક ના નાળામા વરસાદ ના પાણી ભરાઈ જતાં બે ગામનો સંપર્ક તૂટ્યો.

નાળા નીચે પાણી ભરાતા ગામ લોકો ને ભારે મુશ્કેલીમાં
વાહનો ઉંચકીને લઈ જવા પડે છે

પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા નથી.

પાણી ખેંચવાના પમ્પ શોભાના ગાંઠિયા સમાન

રાજપીપલા, તા22


નર્મદાના તિલકવાડા તાલુકામા આવેલ ડભોઈ ચાણોદ કેવડિયા તરફ જતા રેલવે ટ્રેક નાનાળામા ચોમાસામાં ભરાઈ જતા વરસાદી પાણી ગ્રામ જનો માટે મોટી સમસ્યા બની ગઈ છે. એક સામાન્ય વરસાદના પાણીથી આ નાળુ પાણીથી ભરાઈ જાય છે. અહીં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી વધારે વરસાદ આવે તો નાળામા પાણી ભરાઈ જવાથી તળાવ જેવી સ્થિતિ સર્જાઈ જાય છે.તંત્રને અવાર નવાર રજૂઆત કરતા પાણી ખેંચવાના પમ્પ મૂકી પાણી ખેંચવાનો પ્રયત્ન કરે છે. એટલે આ ઉકેલ કોઈ કાયમી સમસ્યા નથી.અહીં વધારે વરસાદ આવે તો પાણી ખેંચવાના પમ્પ પણ શોભાના ગાંઠિયા સમાન પુરવાર થયાં છે.


હાલ તિલકવાડા ના હાફીસપુરા ગામે ડભોઈ ચાણોદ કેવડિયા તરફ જતા રેલવે ટ્રેક ના
નાળામા વરસાદ ના પાણી ભરાઈ જતાં બે ગામનો સંપર્ક તૂટી જવા પામ્યો છે. ગ્રામ જનોના જણાવ્યા અનુસાર તિલકવાડા તાલુકાના હીજડામહુડી અને નવીનગરી હાફિઝ પુરા પંચાયત ઓફિસ સુધીના બે ગામોનો સંપર્ક તૂટી ગયો છે. જેને કારણે ગ્રામ જનોને ચાલીને જવુ પડે છે. વાહનો જઈ શકતા નથી. જો ગટર લાઈન સાફ કરે તો પાણીનો નિકાલ થઈ શકે તેમ ગ્રામ જનો જણાવે છે. જો પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની ગ્રામ જનો માંગ કરી રહ્યા છે.

તસવીર : જ્યોતિ
જગતાપ, રાજપીપલા