નર્મદામા કોરોનાને કારણે સાદગી પૂર્વક ઉજવાઈ બકરીઈદ
જિલ્લામા બકરાઓનીઅપાઈ કુરબાની
પવિત્ર રમજાન મહિનાના 70 દિવસ બાદ આ તહેવાર મનાવવામાં આવે છે. બકરી ઇદમાં ઇસ્લામિક બિરાદરો દ્વારા કરવામાં આવતી વાર્ષિક હજ યાત્રા સમાપ્ત થાય છે.
કોરોનાને કારણે ઇદની ખાસ ખરીદી વેચાણ ન થતાંકોરોના વાયરસે છીનવી બજારોની લખોની ની ઈદી, દુકાનદાર અને ગ્રાહકો થયા માયુસ
કોરોના કરફ્યુને લઈને આંશિક બજારો બંધ રહ્યા
રાજપીપલા,તા 22
નર્મદા જિલ્લામાઆ વખતે કોરોનાને કારણે સાદગી પૂર્વક બકરીઈદ ઉજવાઈ હતી.
જિલ્લામા બકરાઓની પોતાના સ્વજન સમા કુરબાનીના બકરાનું લાલન પાલન કર્યા બાદ આજે ભારે હૈયે પોતાના વ્હાલ સોયા બકરાની કુરબાની આપી હતી. તથા રાજપીપલા સહીત નર્મદા
ની વિવિધ મસ્જિદોમાં સોસીયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે ઈદની નમાઝ અદા કરી હતી.
અત્રે ઉલીલેખનીય છે કે Eid Al-Adha મુસ્લિમો દ્વારા ઉજવવામાં આવતા ઇદ-અલ-ફિત્ર (અથવા મીઠી ઇદ) પછીનો બીજો મોટો ઇસ્લામિક તહેવાર છે.
આ તહેવારને બકરા ઇદ, બકરી ઈદ, ઈદ અલ-અદા, ઈદ કુર્બાન અથવા કુર્બાન બાયરામી તરીકે પણ ઓળખવામાં આવે છે. પવિત્ર રમજાન મહિનાના 70 દિવસ બાદ આ તહેવાર મનાવવામાં આવે છે. બકરી ઇદમાં ઇસ્લામિક બિરાદરો દ્વારા કરવામાં આવતી વાર્ષિક હજ યાત્રા સમાપ્ત થાય છે.
ચાંદ નિહાળવાના દસ દિવસ પછી બકરી ઇદની ઉજવણી કરવામાં આવે છે અને આ વર્ષે ઇસ્લામિક કેલેન્ડર મુજબ 12 માં મહિનાની 10 મી તારીખે આ તહેવારની ઉજવણી કરવામાં આવશે. તેથી, ઈદ 21 જુલાઈએ ભારતમાં ઉજવવામાં આવી હતી.
કુરાન મુજબ, એકવાર અલ્લાહે હઝરત ઇબ્રાહિમની કસોટી કરવાનું વિચાર્યું. તેણે ઇબ્રાહિમને આદેશ આપ્યો કે તે તેની સૌથી પ્રિય વસ્તુ તેની પાસે બલિદાન આપે. હઝરત ઇબ્રાહિમ તેમના પુત્રને ખૂબ પ્રેમ કરતા હતા. જે તેના માટે બલિદાન આપવું ખૂબ મુશ્કેલ હતું.
પરંતુ અલ્લાહના આદેશને અનુસરીને તેણે પુત્રના ગળા પર છરી લગાવી. આ કર્યા પછી, જ્યારે તેણે આંખો ખોલી ત્યારે તેણે જોયું કે તેનો પુત્ર સંપૂર્ણ રીતે સ્વસ્થ ઉભો હતો અને તેની જગ્યાએ બકરીની બલી ચડી ગઈ હતી. ત્યારથી અલ્લાહને આ રીતે બલિદાન આપવાની પ્રથા શરૂ થઈ જે આજે પણ ચાલે છે.
જોકે આ વખતે કોરોના વાયરસે બજારોની લખોની ની ઈદી છીનવી લીધી હતી.જેને કારણે દુકાનદાર અને ગ્રાહકોમાયુસ
થયા હતા
આ વખતે લોક ડાઉનમાં કોરોના કરફ્યુને લઈને આંશિક બજારો બંધ રહ્યા કોરોના સંક્રમણના દરના લીધે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા.જે પણ વેપારીઓએ પહેલા ઓર્ડર આપીને જે માલ માંગવી લીધો હતો તે પણ ગ્રાહકોના અભાવે તેમજ ગોડાઉનમાં પડી રહ્યો.
સૌથી વધુ નુકસાન રેડિમેડ ગારમેન્ટ અને પગરખાં બજારને થયું છે. છેલ્લી 25 એપ્રિલથી શરૂ થયેલ સહેલગાહ ફિક્કું રહ્યું છે. પરંતુ ઈદના તહેવારને લઈને વેપારીઓ સારી કમાણી
ની આશા રાખીને બેઠા હતા. આ સિવાય કરિયાણા, ઓટોમોબાઇલ તેમજ ખાણીપીણીની બજારોને પણ ફટકો પડ્યો છે.
કોરોના કરફ્યુને લઈને આંશિક બજારો બંધ રહ્યા.
તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા