કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહેલ ભારત માટે એક સારા સમાચાર સામે આવ્યા છે

કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહેલ ભારત માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ડીઆરડીઓની એક લૈબ ઈસ્ન્ટીટ્યુટ ઓફ ન્યુક્લિયર મેડિસિન એંડ એલાઈડ સાયંસેઝ દ્વારા ડોક્ટર રેડ્ડીની લૈબ સાથે મળીને બનાવેલ કોરોનાની ઓરલ દવા-2-ડિઓક્સી-ડી-ગ્લુકોઝને ભારતમાં કટોકટીના સમય માટે ઉપયોગ કરવાની મંજુરી આપવામાં આવી છે. દવાના ક્લિનિકલ ટ્રાયલના પરિણામ બતાવે છે કે આ દવા હોસ્પિટમા રહેતા કોરોનાના દર્દીઓની જલ્દી રિકવરીમાં સહાયક છે અને સાથે જ આ દવાથી દર્દીઓને ઓક્સીજનની વધુ જરૂર પડતી નથી.

એવુ બતાવ્યુ છે કે આ દવાને લેનારા કોરોના દર્દીઓની રિપોર્ટ આરટી-પીસીઆર ટેસ્ટમાં નેગેટિવ આવી છે. આ મહામારીમાં કોરોના વાયરસ સામે લડી રહેલ લોકો માટે આ દવા ખૂબ લાભકારી સાબિત થઈ શકે છે. પીએમ મોદીની કોરોના મહામારી વિરુદ્ધ તૈયાર થઈને રહેવાની વાત પર અમલ કરતા ડીઆરડીઓએ કોરોનાની દવા-2 ડીજી બનાવવાનુ પગલુ ઉઠાવ્યુ.

એપ્રિલ 2020માં મહામારીની પ્રથમ લહેર દરમિયાન INMAS-DRDO વૈજ્ઞાનિકોને હૈદરાબાદના સેંટર ફોર સેલ્યુલર એંડ મૌલિક્યુલર બાયોલોજી (CCMB)ની મદદથી પ્રયોગશાલામાં પ્રયોગ કરવામાં આવ્યા અને જોયુ કે આ અણુ SARS-CoV-2 વાયરસના વિરુદ્ધ પ્રભાવી રૂપે કામ કરે છે અને વાયરસની વૃદ્ધિને રોકે છે. આ પરિણામોના આધાર પર DGGI એ મે 2020માં આ દવાના બીજા ચરણના ટ્રાયલ કરવાની મંજોરી આપી હતી.