વિવાનની વહારે સાંસદ: વિવાન વાઢેરને દિલ્હી એમ્સમાં દાખલ કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાને રજુઆત કરતા સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી.



ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામના રહેવાસી અશોકભાઈ સમાતભાઈ વાઢેરના એકના એક અઢી માસનો પુત્ર વિવાનને પણ ધૈર્યરાજ જેવી ભાગ્યે જ બાળકોમાં જોવા મળતી સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બિમારી થય છે. આ બિમારીની સારવાર માટે જરૂરી ઇન્જેક્શન વિદેશથી મંગાવવું પડે એવી સ્થિતિ હોવાથી આશરે 16 કરોડની કિંમતનું ઇન્જેક્શન મંગાવવાની વાત આવતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા અશોકભાઈ વાઢેર પોતાના એકના એક પુત્રની સારવારના ખર્ચેને લઈ ચિંતિત બન્યા છે. જેથી વિવાનના પિતા અશોકભાઈ વાઢેર દ્વારા સામાજીક સંસ્થા અને સરકાર તથા લોકોને મદદ કરવા હાથ લંબાવી મદદ માંગી હતી. ત્યારે સમગ્ર ગુજરાતમાં મદદ માટે લોકો આગળ આવી દાનની સરવાણી વરસાવી માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે. છતાંય પણ ૧૬ કરોડની રકમ ભેગી કરવામાં ખૂબજ લાંબો સમય જાય તેમ હોય અમદાવાદ પશ્ચિમ ના પ્રજાલક્ષી સાંસદ ડોક્ટર શ્રી કિરીટભાઈ સોલંકી સાહેબ શ્રી એ શ્રી રાજેશભાઈ ચુડાસમા સાસંદ શ્રી જુનાગઢ, કોડીનાર ના પૂર્વ ધારાસભ્ય શ્રી જેઠાભાઈ સોલંકી, ગુજરાત પ્રદેશ ભાજપ ના મહામંત્રી શ્રી અને કચ્છ- મોરબી ના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ની રજુઆત ના પગલે કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા જી ને આજે વિવાન વાઢેર ને એઈમસ દિલ્હીમાં દાખલ કરીને તમામ રીતે મદદરૂપ થવા માટે રજૂઆત કરી હતી.જેના પ્રત્યુતર મા આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા જી એ સરકાર દ્વારા પરિવાર ને કોઈ આર્થિક બોજ ના પડે તે માટે મદદરૂપ થવા માટે યોગ્ય રસ્તો કરવા ની ખાતરી આપી હતી