💫 *ચલાલા પો.સ્ટે., વિસ્તારમાં એક ઈસમને ગાંજાનાં જથ્થા સાથે ઝડપી પાડતી ચલાલા પો.સ્ટે., તથા અમરેલી એસ.ઓ.જી.ટીમ.*
💫 *પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્યનાઓની* અધ્યક્ષતામાં ગત તા.૦૧/૦૭/૨૦૨૧નાં રોજ વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ હોય, જે વિડીયો કોન્ફરન્સમાં રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરા-ફેરી, વેચાણ અટકાવવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ જેના ભાગ રૂપે એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો ઝડપી પાડવા અને ગુજરાત રાજ્યને નશા-મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે.
💫 જે અનુસંઘાને *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય,* સાહેબનાઓએ *પોલીસ ઈન્સ., શ્રી કે.સી.રાઠવા તથા એસ.ઓ.જી. પો.સ.ઇ.શ્રી એમ.એ.મોરી તથા પો.સ.ઇ.શ્રી એ.પી.ડોડીયા તથા એસ.ઓ.જી.ટીમને* અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાઘનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, એસ.ઓ.જી. પો.સ.ઇ.શ્રી એમ.એમ.મોરી તથા એસ.ઓ.જી. ટીમ અમરેલી ચલાલા પો.સ્ટે. વિસ્તારમાં એ.ટી.એસ. ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા દરમિયાન ચલાલા પો.સ્ટે., પો.સ.ઇ.શ્રી એ.પી.ડોડીયાનાઓને ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, રામકુભાઇ દાનાભાઇ વાળા રહેવાસી- ચલાલા, મહાદેવપરા, ડો.ચોવટીયા વાળી શેરીમાં તા.ધારી જી.અમરેલી વાળો પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાને ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે જે અનુસંધાને સદરહું જગ્યાએ રેઇડ કરતા મજકુર ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
*પકડાયેલ આરોપી*ઃ-
1️⃣રામકુભાઇ દાનાભાઇ વાળા ઉ.વ.-૪૫, રહે.ચલાલા, મહાદેવપરા, ડો.ચોવટીયા વાળી શેરીમાં તા.ધારી જી.અમરેલી.
*પકડવાનો બાકી રહેલ આરોપી* ઃ-
2️⃣સુરેશભાઇ શનિયાભાઇ નાયકા રહેવાસી-મીઠીબોર, વચલુફળીયુ તા.જી. છોટાઉદેપુર જેના મોબાઇલ નંબર- ૭૪૩૩૯ ૪૧૨૬૯વાળો *( મજકુર ઈસમ હાલ ભરૂચ સબ જેલમાં છે. )*
*કબ્જે કરેલ મુદ્દમાલ*ઃ-
ભેજ-યુક્ત સુકો ગાંજાનો જથ્થો ૬ કીલો ૪૦૦ ગ્રામ કિ.રૂા.૬૪,૦૦૦/- તથા એક સ્ટીલના છાબડા સાથેનો સાદો વજનકાંટો કિ.રૂા.૫૦૦/- તથા અલગ-અલગ વજનના વજનીયા(તોલા) નંગ- ૫, કિ.રૂા.૪૫/- તથા એક મોબાઇલ ફોન જેની કિ.રૂા.૫૦૦/- તેમજ કાળા કલરના પ્લાસ્ટીકના મોટા ઝબલામાં નંગ-૩ જેની કિ.રૂા.૦૦/૦૦ મળી કુલ *કિ.રૂ.૬૫,૦૪૫/-* ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે પકડાયેલ મજકુર ઈસમને વઘુ તપાસ અર્થે પો.ઈન્સ.શ્રી ડો.એલ.કે.જેઠવા, ધારી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
💫આમ, *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ*, નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ *પોલીસ ઈન્સ.,શ્રી કે.સી.રાઠવા તથા પો.સ.ઇ.શ્રી એ.પી.ડોડીયા, તથા એસ.ઓ.જી. પો.સ.ઈ., એમ.એ.મોરી* તથા *એસ.ઓ.જી. ટીમ* દ્વારા એક ઈસમને ગાંજાનાં જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.